Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજપીપળાની શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશન દ્વારા દૃષ્ટિહીન 5 વ્યક્તિઓને રાશન કીટનું વિતરણ.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લામાં સેવા કાર્ય કરતા શ્રી અન્નપૂર્ણા માનવસેવા ફાઉન્ડેશન દ્વારા ફરી એકવાર પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં જે લોકો દ્રષ્ટિ હીન છે એવા વ્યક્તિઓના જીવનમાં રોશની લાવવા માટે શ્રી અન્નપૂર્ણા સેવા ફાઉન્ડેશને નર્મદા જિલ્લા માંથી તદ્દન નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કુલ પાંચ દૃષ્ટિહીન વ્યક્તિઓને પસંદ કરી તેમને દર મહિને જરૂરી રાશન કિટ આપવાનું આયોજન વડોદરાની એક સંસ્થા દ્વારા કરેલ છે.જે પૈકી હાલમાં પાંચ વ્યક્તિઓને આ કીટ આપી શુભ શરૂઆત કરી છે.અને દર મહિને આ રીતે આ કીટ આપશે  તેમ જાણવા મળ્યું છે.

(11:48 pm IST)
  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • જન્મદિવસની પાર્ટીમાં ફાયરીંગ થયું : સપા MLC અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા થઇ : લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગઇ access_time 3:22 pm IST