Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

બનાસકાંઠામાં ઠંડીની શરૂઆતથી બીમારીનું પ્રમાણ વધ્યું : હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ

તાવ, ખાંસી અને શરદીની બીમારીના દર્દીઓમાં વધારો :નાના બાળકોને સુરક્ષિત રાખવા ડોક્ટરની સલાહ

બનાસકાંઠા: હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. જેથી છેલ્લા પાંચ દિવસમાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે ઠંડીમાં બીમારીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રોજના 300થી પણ વધુ ઠંડીના કારણે બીમાર દર્દીઓ સારવાર લેવા માટે આવે છે.

દર વર્ષે ઉત્તર ગુજરાતમાં નલિયા બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ ઠંડી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. જેના કારણે જાહેર માર્ગો પર લોકોની સવાર અને સાંજ ખૂબ જ ઓછી અવરજવર દેખાઈ રહી છે. શરીર માટે ઠંડી ખૂબ જ ફાયદાકારક હોય છે. લોકો પોતાના શરીર તંદુરસ્ત રાખવા માટે સવારે વહેલા ઊઠીને મોર્નિંગ વોક કરવા માટે જતા હોય છે.પરંતુ ક્યારેક વધારે ઠંડી પડવાના કારણે બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં શરૂઆતથી જ ઠંડીએ પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. પ્રથમ તબક્કામાં ઠંડીએ બનાસકાંઠા જિલ્લાને ઠુંઠવાતું કરી દીધું છે

(11:24 am IST)