Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વાહનોની અવરજવર શરૂ :ટ્રાફિક ઘટ્યો

અમદાવાદ-મુંબઇને જોડતા નેશનલ એક્સપ્રેસ પર ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓની છટકબારીનો ઉપયોગ ન કરે તે માટે બેરીકેટ મુકાયા હતા

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ થયા બાદ ફરીવાર પૂર્વવત શરૂ થયો છે જોકે ટ્રાફિક ઘટ્યો હતો એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો છે. હાઈવે પર વાહનોની પણ અવરજવર પણ થઈ રહી છે. ટોલ બૂથ સ્ટાફ પણ રાબેતા મુજબ ઉપસ્થિત છે. જોકે, અમદાવાદમાં કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે

   અમદાવાદમાં કર્ફ્યુના કડક અમલીકરણ માટે અમદાવાદ-વડોદરા વચ્ચેને એક્સપ્રેસ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાનું અને  ખાનગી વાહનોએ હવે નેશનલ હાઇવે નં-૮ પરથી અમદાવાદ સુધીનો પ્રવાસ કરવાનો રહેશે. મુંબઇ-અમદાવાદ વચ્ચેના નેશનલ હાઇવે પર ગુજરાતની હદમાં આવતા વિસ્તારોમાં વધુ ચેકપોસ્ટ મૂકી વાહનોનું કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું  આ ઉપરાંત વાહનો ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓની છટકબારીનો ઉપયોગ ન કરે તે માટે ગ્રામ્ય વિસ્તારોને હાઇ-વે સાથે જોડતા રસ્તાઓ પણ અત્યારે બ્લોક કરવામાં આવ્યા છે.

(5:21 pm IST)