Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજપીપળામાં કોરોના આંક વધવા છતાં કેટલાક વિસ્તારોમાં સફાઈ, કચરા બાબતે તંત્રની લાલીયાવાડીના કારણે અન્ય રોગચાળાની દહેશત

સફાઈ કામદારો અનિયમિત આવતા હોવાના કારણે નિયમિત સફાઈ ન થતા ગંદકી અને ગટરો ઉભરાતા મચ્છરોનો ઉપદ્રવ: પાલિકા સદસ્યો કે અમુક અધિકારીઓના વિસ્તારોમાં નિયમિત સફાઈ પણ અમુક વિસ્તારમાં ભેદભાવની નીતિ કેમ .?

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા દ્વારા ઘણા સમયથી અમુક વિસ્તારોમાં વ્હાલા દવલાની નીતિ અપનવતી હોય તેમ લાગી રહ્યું છે જેમાં ખાસ કરીને પાલિકાના અમુક સદસ્યોના વિસ્તારમાં નિયમિત સફાઈ અને કચરો ઉઘરવાય છે જ્યારે અમુક વિસ્તારના લોકો વારંવાર ફરરિયાદો કર્યા બાદ જ આ બાબત ઉપર ધ્યાન અપાતું જોવા મળ્યું હોય તો શું સફાઈ કામદારો કે કચરાની ગાડીઓ ફક્ત સદસ્યો અને અમુક અધિકારીઓના રહેણાંક વિસ્તાર માટે જ છે..?પાલિકા દ્વારા એક નાનકડું દસ્તબિન દરેક વોર્ડમાં અપાયું છે જે એકજ દિવસે ઉભરાઈ જતું હોય જો કચરો લેવા કોઈ વાહન ન આવે તો લોકો ગટરમાં કચરો ઠાલવે એ બાબત સ્વાભાવિક છે. કેમકે આખા શહેરમાંથી કચરપેટીઓ હટાવી લેવાઈ હોય લોકો કચરો ક્યાં નાંખે..?કોઈ ફળીયાના સફાઈ સૈનિક એક બે દિવસ રજા પર હોય તો એ વિસ્તારમાં એટલા દિવસ સફાઈ થતી જ નથી તો વેરો વધાર્યા બાદ પણ પાલિકા તંત્ર દ્વારા પાયાની સુવિધાઓ નિયમિત ન મળતા ગંદકીના કારણે કોરોનાના હાઉ વચ્ચે અન્ય રોગચાળો ફેલાઈ એવો ભય લોકોને સતાવી રહ્યો છે

(10:38 pm IST)