Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

કુળદેવીની આરાધના માટે તમે વધુ કઈ ના કરી શકો તો વર્ષમાં માત્ર બેવાર તેમના દર્શને જાવ

પોતાની જાતને ભુલાવી બે હાથ જોડી કુળદેવીમા સામે થોડીવાર સુધી પ્રાર્થના કરો, માતાજીનું સ્‍મરણ કરો. માતાજી તમારા પર રાજી રહેશે. આ સિવાય સવારે ઉઠતાની સાથે બે હાથ જોડી તમારા કુળદેવીમાનું નામ લો. તેમને પ્રાર્થના કરી કહો કે મારો આજનો દિવસ સારો વીતે, મારા પરિવાર પર તમારી કૃપા દૃષ્ટિ બની રહે, મારા સંતાનો, માતા-પિતા, પત્‍ની તેમજ પરિવારજનો નું શરીર સ્‍વસ્‍થ રહે, દિવસ દરમિયાન ભૂલથી પણ મારાથી કોઈ ખોટું કામ ના થાય. રાત્રે સુઈ જતી વખતે પણ આ પ્રકારનું સ્‍મરણ કરો, દિવસ દરમિયાન અજાણતા પણ કોઈ ભૂલ થઈ ગઈ હોયતો એની માફી કુળદેવીમા પાસે માંગો. સાચા દિલથી કરેલી પ્રાર્થના કુળદેવી જરૂર સાંભળશે જ. આ સિવાય વર્ષમાં એક વખત માતાજીને યાદ કરીને નૈવેદ્ય ધરો, ઘરમાં અથવા સ્‍થાનકે હવન કરો, શક્‍ય હોય તો નવરાત્રી દરમિયાન આઠમ/નોમ ના દિવસે હવન કરો. ઘરમાં માતાજીના ફોટાપાસે પ્રતીકરૂપે રાખેલ શ્રીફળ અને ચૂંદડી બદલો, માતાજીનો શણગાર કરો. માતાજીને ભોગ ધરાવો, કુળદેવી માની ભેટ કાઢો. જયારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્‍યારે માતાજીની આરાધના સાથે પરંપરા અનુસાર નૈવેદ્ય કરો. ઘરમાં જો નવા લગ્ન થયા હોય તો વર કન્‍યાને કુળદેવીમાના દર્શન કરવા માટે લઈ જાવ. ઘરમાં જો કોઈ બાળકનો જન્‍મ થાય તો એને કુળદેવીમા ના મંદિરે લઈ જઈ પારણું ચડાવી/ માતાજી સામે સુવડાવી તેના ઉજ્જવળ ભવિષ્‍ય અને રક્ષણ માટે પ્રાર્થના કરો.

 આજના વ્‍યસ્‍ત સમયમાં આટલો સમય તો તમને ચોક્કસ મળી જ રહેવાનો છે. જો તમે આટલીજ બાબતોનું ધ્‍યાન રાખશો તો તમારા ઉપર કુળદેવીમાં ની કૃપા હંમેશા બની રહેશે. તમારે જીવનમાં ‘ક્‍યારેય નિરાશ થવું નહિ પડે.'

તમારા સંતાનોને પણ આ રીતે કુળદેવીમા ની આરાધના કરવા વિશે સમજાવો. કારણ કે તમે જે તમારા માતા-પિતા, વડીલો પાસેથી શીખીને આવ્‍યા છો, તે જ તમારા સંતાનોને પણ શીખવવાની તમારીજ ફરજ છે. એ પણ આવનાર ભવિષ્‍યમાં પોતાના સંતાનોને શીખવશે અને આ રીતે જ પેઢી દર પેઢી કુળદેવીમાની કૃપા તમારા પરીવાર ઉપર બનેલી રહશે.

હજજારો વર્ષ (પ્રાચીન સમયથી) પહેલાથી દરેક કુટુંબ સાથે એકજ મા કુટુંબની રક્ષા કરતી આવતી હોય છે, જેને કુળની મા એટલે કે કુળદેવી મા કહે છે.

-સંજય ભૂપતભાઈ પંચમીયા (મુંબઈ)

(5:01 pm IST)