Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના વેવાઈ મુકેશ પટેલે પુત્રી ફિઝુને આપી જાનથી મારવાની ધમકી : ફરિયાદ

ફિઝુએ તેના પતિ, સસરા અને સાસુ વિરુદ્ધ ઓક્ટોબર મહિનામાં શારીરીક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી

અમદાવાદ :પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની પુત્ર વધુ ફિઝુએ તેના પિતા વિરૂધ્ધ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ પ્રોટેક્શન હેઠળ રહેલી ફિઝુને તેના પિતા મુકેશ પટેલે ટેક્સ મેસેજ કરી ધમકી આપી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોડકદેવ જજીસ બંગલો રોડ પર અતીથી ડાઈનીંગ હોલની ગલીમાં દિપ ટાવરમાં રહેતી ફિઝુ મૌનાંગ પટેલ (ઉં,32)એ તેના પિતા મુકેશ ભગુભાઈ પટેલ (ઉં,60)રહે, હાટકેશ સોસાયટી, દર્પણ છ રસ્તા પાસે, નવરંગપુરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. Mukesh Patel Fizu Patel

ફિઝુએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 1-10-2020ના રોજ ફિઝુની પુત્રી આર્યાની જન્મદિવસની પાર્ટી બાદ પતિ, સસરા અને સાસુ ફિઝુની માતાને મહેણાં ટોણા મારવા લાગ્યા હતા. તે સમયે ત્યાં હાજર ફિઝુના પિતા મુકેશ પટેલે આ બન્ને માં દિકરીને મારો તેમ કહી ઉશ્કેરણી કરતા સાસુ, પતિ અને સસરાએ જેમફાવે તેમ બોલી ઝઘડો તકરાર કરી હતી. ફિઝુને નાક પર મારી ગંભીર ઈજાઓ કરી હતી. જે અંગે ગત તા.15-10-2020 ના રોજ પતિ મૌનાંગ, સસરા રમણ પટેલ, સાસુ મયુરીકાબહેન, પિતા મુકેશભાઈ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફિઝુએ ફરિયાદ કરી હતી.

(11:00 pm IST)
  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST