Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

તાપી નદીમાં ફરવા ગયેલ મિત્રોની બોટ પલટી મારી જતા પાચ મિત્રો ડૂબ્યા : બે લોકોના મોત

પાંચમાંથી ત્રણ મિત્રોને તરતા આવતુ હોવાથી તેઓ બહાર નિકળી ગયા

સુરત :તાપી નદીમાં ફરવા ગયેલ મિત્રોની બોટ પલટી મારી જતા પાચ મિત્રો ડૂબી ગયા હતા જેમાથી બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ લોકોએ ફાયરને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બન્ને મિત્રોના મૃતદેહને બહાર કાઢયા હતા.

સુરતના અમરોલી બ્રિજ નજીક તાપી નદીમાં ફરવા માટે ગયા હતા અને અચાનક તેમની બોટ પલટી મારી ગઈ હતી. જો કે આ પાંચમાંથી ત્રણ મિત્રોને તરતા આવતુ હોવાથી તેઓ બહાર નિકળી ગયા હતા અને બે લોકોના મોત થયા છે. આસપાસમાં ઉભેલા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

અજય મિત્રો સાથે ઉતરાણ તાપી નદીમાં નાવડીમાં ફરવા ગયો હતો. નાવડી પલ્ટી મારી ગઈ હોવાની બૂમાબૂમ થયા બાદ તાપી કિનારે ચાલતા પ્રસંગમાં ખબર પડી હતી. પરિવાર સહિત 35 જણા દોડીને તાપી કિનારે ગયા હતાં. ત્રણ જણા બહાર નીકળ્યા બાદ ખબર પડી કે, અજય અને રાહુલ તાપીમાં ગરકાવ થઈ ગયા છે. ફાયર ના જવાનોએ રાહુલને પહેલા અને ત્યારબાદ અજયનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક અજય માતા-પિતા બહેન અને ભાઈ પ્રમોદ શોકમાં ગરકાવ થઈ ગયા હતાં. એક બાજુ ભાઈની સગાઈની વિધિ ચાલતી હતી અને બીજી બાજુ ભાઈએ તાપીના પાણીમાં ગરકાવ થઈ ગયો. અજય છૂટક મજૂરી કામ કરતો હતો.

(11:41 pm IST)