Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવાનો પ્રારંભ : ૨૦ ફેબ્રુઆરી છેલ્લી તારીખ

રાજકોટ તા. ૨૨ : શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૨૧ જાન્યુ.થી ૨૦ ફેબ્રુઆરી સુધી ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહના પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરાશે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરે એક યાદીમાં જણાવ્યું છે કે શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજ્યની તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સંચાલકો આચાર્યો, શિક્ષકો તેમજ કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ વર્ષ ૨૦૨૧ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તા. ૨૧-૧-૨૦૨૧થી તા. ૨૨-૨-૨૦૨૧ના રાત્રીના ૧૨ કલાક સુધી બોર્ડની વેબસાઇટ www. gseb.org પરથી ભરી શકાશે. જેની તમામ સબંધીતોએ નોંધ લઇ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહના તમામ નિયમિત તથા રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવા રહેશે. જેની જરૂરી વિગત બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.

(11:35 am IST)