Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ખુલ્લા મેદાનમાં યોજાતા કાર્યક્રમો અંગે લોકોની સંખ્યા અંગે કોઇ મર્યાદા નહીં: વિજયભાઇ રૂપાણીની જાહેરાત

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ યોજી તેમાં ઓન્ટી કરપ્સન બ્યુરોની કામગીરીને મુખ્યમંત્રીએ વખાણી હતી. તો સાથે જ સુરક્ષા વ્યવસ્થાને લઈને સરકાર દ્વારા અનેક મોટા નિર્ણયો લેવાયા તેની જાહેરાત કરી. આ સાથે જ ગુજરાતમાં 1995થી ચાલતો RR સેલ નાબૂદ કરવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. તો સાથે જ તેમણે પ્રસંગોમાં છૂટછાટ અંગે કહ્યું કે, ભારત સરકારની ગાઇડલાઈન મુજબ, લગ્નમાં 100 માણસોથી વધુની હાજરી ન હોવી જોઈએ. સમારોહ કે ફંક્શન બે કલાકમાં પૂરા થતા હોય છે. પરંતુ ખુલ્લા મેદાનમાં કાર્યક્રમ કરવામાં આવે તો કોઈ લિમિટ નથી. ખુલ્લા મેદાનમાં કરવામાં આવે તો માણસોની કોઈ લિમિટ નથી. માસ્કનો દંડ લેવામાં આવે છે, જેમાં ભંગ થાય છે, તેમાં પગલાં ભરવામાં આવે છે. ખુલ્લામાં કે જાહેર મેદાનમાં સંખ્યાની કોઈ મર્યાદા ગાઈનલાઈન ન હોવાનો દાવો મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે.

RR સેલ નાબૂદ કરાયો, પોલીસની વર્દી પર કેમેરો લાગશે

મુખ્યમંત્રીએ આરઆર સેલ નાબૂદ કરવાની જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતમાંથી આરઆર સેલ નાબૂદ કરવામાં આવ્યો છે. 1995થી રેપિડ રિસ્પોન્સ સેલ અસ્તિત્વમાં હતો. રેન્જ IG કે DIG હેઠળ આરઆર સેલ કામ કરતો હતો. ત્યારે હવે SPને વધુ સત્તા આપવામાં આવશે. રાજ્યમાં તમામ કામગીરીને પારદર્શી બનાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો છે. સાથે જ રાજ્યના પોલીસકર્મીઓના યુનિફોર્મમાં બોડીકેમ લગાવાશે. PI, PSIના ડ્રેસમાં કેમેરા લગાવવામાં આવશે. જેનાથી તેમનો પબ્લિક સાથેનો વહેવાર સીધી રીતે જોઈ શકાય છે. કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. રક્ષક જ ભક્ષક બને તેવુ હવેથી રાજ્યમાં નહિ ચલાવી લેવામાં આવે.

લોકરક્ષક ગરબા મામલે ડીજીપીનો બચાવ

જુનાગઢમાં લોકરક્ષક જવાનાનો યોજાયેલા ગરબા મામલે ડીજીપી આશિષ ભાટિયાએ પોતાના વિભાગનો બચાવ કરતા કહ્યું કે, બધાના ટેસ્ટ થયા હતા. કોઈ બીમાર પડે એવી વસ્તુ નથી. કોરોનાની અસર કોઈનામાં ન હતી. કાર્યક્રમાં માસ્ક ન પહેરનારા લોકોને 300 -300 રૂપિયાના દંડની નોટિસ આપવામાં આવી છે. નોટિસ આપવામાં આવી છે, તેનો જવાબ આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે. લોકરક્ષક ગરબામાં જે લોકો હાજર હતા તેમની સર્વિસ બુકમાં પણ એન્ટ્રી કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, વિકાસની પ્રાથમિક શરત કાયદો વ્યવસ્થા છે. કોંગ્રેસના શાસનમાં માથાભારે લોકોના વિસ્તારો ઓળખાતા હતા, તેના કારણે ઇન્વેસ્ટમેન્ટ મૂડીરોકાણ ગુજરાતમાં આવતા ન હતા અને કોમી તોફાનો પણ થતા હતા. કાયદો વ્યવસ્થાને વધુ કડક બનાવીને આવા તત્વો માથા ન ઊંચકે તે જરૂરી છે. અત્યારના સમયમાં જમીન માફિયા, સાયબર ક્રાઇમ નવો વિસ્તાર ખૂલ્યો છે. ટપોરીઓની શરૂઆતમાં જ અંકુશમાં ન મૂકાય તો પાછળથી મોટી ગેંગ બની હોય છે. એન્ટી કરપ્શન પણ અનેક પ્રકારના ફ્રી હેન્ડ આપ્યા છે, તેના જ કારણે સજા વધારે મળી રહી છે. આ ભ્રષ્ટાચારના દૂષણ સામે ધાક બેસાડવી પડે. આવક કરતા વધુ મિલકતોના કેસમાં સાથે આઠ મહિનાથી વધુ સમય જતો હોય છે, ત્યારે એક કેસ થતો હતો. સાધુનો વધુ સ્ટાફ, સરકારે તેમને જોઈતા વધારાના વકીલો આપવામાં આવ્યા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ આપવામાં આવ્યા છે. લાંચરુશ્વત બ્યૂરોને જમીન માફિયાઓના કાયદામાં અનેક જોગવાઇઓ કરવામાં આવી છે. આ કાયદાની અસર 6 મહિના પછી દેખાશે. 10 વર્ષની સજાની જોગવાઈ છે. 1995 થી આર.આર.સેલ ચાલતો હતો. તે સેલને નાબૂદ કરવામાં આવે છે અને એસપીને વધુ મજબૂત કરાશે. પોલીસના કર્મચારીઓ રક્ષક જ ભક્ષક બને એ કોઈ સંજોગોમાં ચાલી શકે નહિ. પોલીસના લોકો ક્રિમિનલ સાથે જોડાઈ નહિ એ માટે પણ સજાગતાપૂર્વ વ્યવસ્થા બનાવી રહ્યા છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીનો વ્યાપ વધારી દેવામાં આવશે. સ્માર્ટફોન આવ્યો ત્યારથી સાયબર પોલીસ સ્ટેશન ચાલુ છે. તમામ જિલ્લામાં પોલીસ સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે. આવનારા બજેટમાં જોગવાઈ થઈ શકે છે. સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કર્યું છે.

તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આગામી બજેટમાં એન્ટીકરપ્શન સહિત કાયદાઓ મજબૂત થાય અને તેની જોગવાઈ કરવામાં આવશે.

(4:30 pm IST)
  • શેલ્ટર હોમમાં ૩ મહિલાની લાજ લૂંટવામાં આવી: છત્તીસગઢમાં બિલાસપુરના એક શેલ્ટર હોમમાં ત્રણ મહિલાઓના યોન શોષણ નો મામલો બહાર આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે access_time 12:15 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST