Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું ૬ મહિનાની બિમારી બાદ અવસાન

અમદાવાદ: પંચમહાલ જિલ્લાની મોરવા હડફ બેઠક પરના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ આજે અવસાન થયું છે.

મોરવા હડફ બેઠકના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ છેલ્લા 6 મહિનાથી બીમાર હતા. આથી તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યાં હતા. આ દરમિયાન રસ્તામાં કઠલાલ નજીક તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે મોરવા હડફના વિરાણીયા ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મનાતી મોરવા હડફ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઈને વિવાદ થયો હતો. જેમાં ભૂપેન્દ્ર ખાંડના જાતિ પ્રમાણ પત્રને લઈને હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ બેઠક પર ઉપર ભાજપના ઉમેદવારે અપક્ષ ઉમેદવાર તરીકે ઉભેલા ભૂપેન્દ્ર ખાંટ આદિવાસી નથી તેવો વાંધો લીધો હતો.

જે બાદ ભૂપેન્દ્ર ખાંટ વિરુદ્ધ જાતિ પ્રમાણપત્રને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેના પગલે વિધાસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કર્યા હતા.

(4:43 pm IST)
  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST