Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદના વિરોધમાં અમદાવાદ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું

અમદાવાદ :ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદના વિરોધમાં અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે છેલ્લા બે વર્ષથી ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ રાજય સરકારના અને પંચાયત વિભાગના નિયમોનુસાર રજુઆત કરતું આવ્યું છે. તેમ છતાં નિકાલ ના થતાં તા.૨૭/૦૨/૨૦૧૯ અને તા.૨૫/૧૨/૨૦૧૯ ના સમયે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિ પુર્વક આંદોલન કરેલ ઉપરોકત સમયે નામદાર રાજય સરકારે મહાસંઘ સાથે થયેલ સમાધાન મુજબ પડતર પ્રશ્નો તબક્કાવાર નિરાકરણ લાવવા લેખિત ખાતરી આપેલ હતી.
 તેમ છતાં તા.૦૯/૦૫/૨૦૧૯, તા.૧૦/૦૫/૨૦૧૯, તા.૧૪/૦૫/૨૦૨૦ અને તા.૨૨/૧૨/૨૦૨૦ ના રોજ એમ ચાર તબક્કા માં ક્ષેત્રીય ફેરણી ભથ્થું આપવા, અને તમામ કેડરની ગ્રેડ પે ની ફાઇલો નાણાં વિભાગે અસ્વીકાર કરી પરત કરવામાં આવેલ હોય આરોગ્ય કર્મચારીઓમાં સ્વયંભૂ આક્રોશ ઉઠતા ત્રીજી વાર આંદોલન કરવાની ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘને ફરજ પડેલ છે.
            સબબ ઉપરોકત સમયગાળા દરમ્યાન માર્ચ-૨૦૨૦ થી ગુજરાતભરમાં કોવિડ-૧૯ ની મહામારી ફેલાતા પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓએ છેલ્લા ૧૦ માસથી એકપણ દિવસની રજા લીધા વગર સમગ્ર રાજય માં જાન ના જોખમે સઘન સર્વે કામગીરી કરેલ છે. રાજ્યભર માં ૧૨૭૪ જેટલા આરોગ્ય કર્મચારી સર્વેલન્સ દરમ્યાન સંક્રમિત થયા છે. અને પાંચ આરોગ્ય કર્મચારી તથા તેમના પરિવારે પણ જાન ની આહુતિ આપી છે.
            ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધે રજુ કરેલ પડતર માંગણીઓનો રાજય કક્ષાએ નિકાલ કરવાના બદલે આરોગ્ય કર્મચારીઓના સ્વયંભું આંદોલનને કચડી નાખવા, કાયદાકીય રીતે ડરાવવા રાજય સરકાર દ્રારા પ્રયાસો થઇ રહ્યા છે, જેને અમો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ઉપરોકત બાબત ઓછી હોય તેવી રીતે હવે એપેડેમીક એક્ટ-૧૮૯૭ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ-૨૦૦૫ ના ઓથા હેઠળ શાંત રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહેલા ગુજરાતભર ના કોરોના વોરીયર્સ ના અવાજને દબાવી દેવા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા અને ગાંધીનગર આરોગ્ય કર્મચારી મંડળના મંત્રી કિલ્પાબેન પટેલ સામે એપેડેમીક એક્ટ-૧૮૯૭ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ -૨૦૦૫ ના ભંગની પોલીસ ફરિયાદ કરવામાં આવેલછે. જેને તાકિદે રદ કરવા અને પોલીસ ફરિયાદના વિરોધમાં અમો આપ સાહેબશ્રીઓને આવેદન પત્ર પાઠવીએ છીએ.
            આરોગ્ય કર્મચારીઓની વ્યાજબી માંગણીઓનું તાકીદે નિરાકરણ આવે તે માટે નામદાર રાજ્ય સરકારમાં આ આવેદનપત્રની જાણ કરશો એવી આશા અને અપેક્ષા .

(8:30 pm IST)