Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સુરતના જહાંગીરપુરા ખાતે ૨૪મીએ ખેડૂત સભા યોજાશે

કૃષિ કાયદાના વિરોધમાં રાજ્યના ખેડૂતો આગળ આવ્યા : સુરત પોલીસે સભા માટે પરવાનગી નહિં આપતા ખેડૂતો સંગઠનોએ હાઈકોર્ટના દ્વારા ખખડાવતા પોલીસને નોટિસ

સુરત, તા. ૨૨ : આગામી તારીખ ૨૪મી જાન્યુઆરીના રોજ ખેડૂત આંદોલનના સમર્થનમાં સુરતના જહાંગીરપુરા ખાતે વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાંથી ૩૦૦ ખેડૂતો હાજરી આપી સભાને ગજવશે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ખેડૂત સભાનું આયોજન કરાયું હતું પરંતુ સુરત પોલીસે સભા માટે પરવાનગી નહિં આપતા ખેડૂતો સંગઠનોએ હાઈકોર્ટના દ્વારા ખટખટાવ્યા હતા અને હાઈકોર્ટે તેઓને સભા યોજવા પરવાનગી આપવા સુરત પોલીસને નોટિસ ફટકારી છે.

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાના સુધારા અંગે અને કાયદા પરત ખેંચવા માટે દિલ્હી બોર્ડર પર ખેડૂતો દિવસોથી શાંતિથી આંદોલન કરી રહ્યાં છે. સરકાર સાથે આઠ મંત્રણાઓનો કોઈ સાર નીકળ્યો નથી. આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશના ખેડૂતો જોડાયા છે જે સંદર્ભે તેઓના સમર્થનમાં સુરતમાં પણ ખેડૂત સમાજના નેજા હેઠળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે માટે પરમીશન મળી હતી પરંતુ હવે જ્યારે હાઈકોર્ટ તરફથી પરવાનગી મળતાં ખેડૂત સંગઠનો દ્વારા આગામી ૨૪મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ શહેરના જહાંગીરપુરા ખાતે વિશાળ ખેડૂત સભા યોજાનાર છે અને જેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઠેરઠેરથી ઉમટી પડશે. માત્ર ભરૂચ જિલ્લામાંથી ૩૦૦ ખેડૂતો સભામાં હાજરી આપશે. આમ ખૂબ વિશાળ પાયે યોજાનારા સભામાં ઊમટી પડવા ખેડૂત સંગઠનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂત ભાઈઓના સમર્થનમાં સભાને સંપૂર્ણ રીતે સફળ બનાવવા દક્ષિણ ગુજરાતનો તાત મેદાન પડનાર છે.

(8:53 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST