Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી

અંતિમ વિધિમાં જીલ્લા કોંગ્રેસના નેતાઓ, સ્થાનિક અગ્રણીઓની હાજરી

પંચમહાલ જીલ્લાના મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટના તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્યની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં પરિવારજનો, સગા સબંધીઓ અને સમર્થકોએ હાજર રહી ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.

 ભૂપેન્દ્રસિંહ ખાંટના તેમના વતન વીરણીયામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ વિધિમાં જીલ્લા કોંગ્રેસના નેતાઓ, સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ખાંટને જીલ્લા પ્રમુખ અજીત સિંહ ભટ્ટી તેમજ શહેરા તાલુકાના અગ્રણી તખતસિંહ સોલંકીએ કાંધ આપી હતી.

મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનુ લાંબી માંદગી બાદ અવસાન થયુ હતું. અમદાવાદ ખાતે સારવાર માટે લઇ જતી વખતે રસ્તામાં જ તેમનુ અવસાન થયુ હતુ. પંચમહાલ જીલ્લાની આદિવાસી પ્રભૂત્વવાળી મોરવા હડફ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું અવસાન થતા મોટી ખોટ પડી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે મોરવા હડફ બેઠક આદિવાસી પ્રભૂત્વ ધરાવતી બેઠક છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા ટીકીટ આપવામાં ના આવતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમણે ભાજપના વિક્રમ ડીડોરને હરાવ્યા હતા. આદિવાસી સમાજમાં સારી એવી લોકચાહના ધરાવતા ભૂપેન્દ્રસિંહ મળતાવડા સ્વભાવના હતા. તે હંમેશા પોતાના વિસ્તારના લોકોની સમસ્યા સાંભળી તેનો નિકાલ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા

(10:42 pm IST)
  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST

  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST