Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજપીપળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ભવ્ય સ્વાગત બાદ જાહેરસભા યોજાઈ

મહાનગર પાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી માં કોંગ્રેસ સાફ થઈ જશે : ભારતીય જનતા પાર્ટી ઍ જે વચન આપ્યા તે પાળી બતાવ્યા છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના જીન  કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જાહેરસભા યોજાઈ હતી જેમાં પેજ સમિતી પ્રમુખના કાર્ડ વિતરણ સભારંભમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાફ થઈ રહી છે તેમણે વધુમાં જણાવ્યું રાજપીપળામાં રેલી નહીં પરંતુ રેલો જણાયો હતો. ભાજપે લોક સમર્થન પ્રાપ્ત કર્યું છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનૉ સફાયો થશે. કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે ઓવેસી તો રિટર્ન ટિકિટ છે. કોંગ્રેસ ડૂબી જવાની છે. બીટીપી હવૅ વિધાનસભાની ચૂંટણી જીતશે નહીં. 100 પાપ પુરા થયા હવૅ હિસાબ થશે ભાજપે સત્તામેળવી સેવા કરી છે જેનું ઉદાહરણ સાંસદ મનસુખવસાવા છે. રાજ્ય કે કેન્દ્ર સરકાર લોકોની ચિંતા કરે છે. જયારે કોંગ્રેસ લોકોને વફાદાર રહી નથી.

 વડાપ્રધાન મોદી ગુજરાત નું મોડેલ દિલ્હી લઈ ગયા અને સાકાર કર્યા કોંગ્રેસના પેન્ડિગ કામો વડાપ્રધાન મોદીએ પુરા કર્યા. રામ મંદિર નૉ વાયદો પણ પૂર્ણ થયો. કોંગ્રેસ મજાક કરતી હતી પણ ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર કયારે પૂર્ણ થશે તે પણ જણાવ્યું. કોંગ્રેસ દ્વારા વિખવાદ કર્યોં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમર્થ હતી. પરંતુ રામ મંદિરમાં સો સામેલ થાય લોકો દાન નહીં મંદિર નિર્માણ માટે સહયોગ આપેલ છે. 370ની કલમ દૂર કરવાનું પણ વચન નિભાવ્યું. કોંગ્રેસ દ્વારા ખૂબ ડરાવવા ના પ્રયાસો કરાયા પરંતુ મોદી મક્કમ રહ્યા 35a દૂર થતા કાશ્મીર નૉ વિકાસ શક્ય બન્યો છે. કાશ્મીર ના લોકોને વિકાસ ની તમામ તકો હવે મળી રહ્યા છે. કાશ્મીરી કન્યાને લગ્ન અંગે મુક્તિ મળી. આ બધા કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી બતાવ્યા. દુનિયામાં સૌથી ઉંચી સરદાર પટેલ ની પ્રતિમા બનાવી. જેથી લાખો યુવાનોને રોજગારી મળી હવે સૌથી વધુ પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લે છે. નરેન્દ્રભાઈ  મોદીની સરકાર ખેડૂતો માટે કામ કરે છે. કુદરતી આફત સમયે ખેડૂતોને  વળતર ની યોજના ઉભી કરી કુદરતી આફત ની નુકશાની ની રકમ સીધા ખાતામાં જમા થાય. ખેડૂતોએ ધક્કા નહીં ખાવાના કે કોઇ વચેટિયા નહીં. 375 જેવી યોજના અમલમાં છે. છેવાડા ના માનવી સુધી ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર અને ગુજરાત સરકાર પહોંચી ગઈ છે. મહાનગર પાલિકા ની ચૂંટણી માં પેજ સમિતી અસરકારક કામ કરશે કોંગ્રેસ નૉ સફાયો થશે. નગરપાલિકા અને પચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનૉ સફાયો થશે.
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ મંત્રી નીલ રાવ,સાંસદ મનસુખ વસાવા,ગીતાબેન રાઠવા ઍ પ્રાસગિક પ્રવચન કર્યું હતું.

 
(10:25 pm IST)