Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

અમદાવાદના અનેક વોર્ડમાં નવા જૂનીના એંધાણ

અમદાવાદના પヘમિ ભાગોમાં ૬૦ ટકા શિક્ષતો-સમૃધ્‍ધોએ મતદાન નહિ કર્યાની વાતથી ભાજપમાં ચિંતા

 અમદાવાદ : પમિ અમદાવાદમાં વસતાં સમળદ્ધ અને શિક્ષિત નાગરિકો પૈકી ફક્‍ત ૪૦ ટકા મતદારોએ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવતાં અનેક વોર્ડમાં નવા જૂની થવાનાં એંધાણની શકયતા ચર્ચાનાં ચગડોળે ચઢી છે.

મ્‍યુનિ.ની સામાન્‍ય ચૂંટજી પૂર્વે -ાથમિક સુવિધા કે વિકાસકાર્યોનાં મુદ્દાને બદલે મોંઘવારી અને પેટ્રોલ-ડિઝલની કિંમતમાં અસહ્ય વધારો વગેરે મતદારોમાં ચર્ચાનો વિષય બન્‍યો હતો. બીજી બાજુ ભાજપ નેતાગીરીએ ઉમેદવાર પસંદગી પ્રક્રિયાનાં કારણે જૂના પડ્‍તા મુકાયેલાં કોર્પોરેટરો-ટિકિટથી વંચિત રહી ગયેલાં કાર્યકરો વગેરેમાં પણ નિરાશા વ્‍યાપી ગઇ હતી. આ સધળી બાબતોની અસર મ્‍યુનિ. ચૂંટણી માટે સવારથી શરૂ થયેલા મતદાન ઉપર પડી હોય તેમ લાગી રહ્યું છે. કોરોના મહામારીનાં કારણે મતદાનનાં સમયમાં વધારો કરાયા છતાં નવા ઝોનનાં

ગોતા,ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ, બોડકદેવ, જોધપુર, વેજલપુર અને સરખેજ જેવા ભાજપનાં ગઢ ગણાતાં વિસ્‍તારોમાં નિરસ મતદાન નોંધાયુ હતું. તેના પગલે ભાજપનાં ઉમેદવારો સહિત નેતાઓ હાંફળાફાંફળા બની સાંજનાં છેલ્લા એક કલાકમાં મતદાનની ટકાવારી વધારવાની મથામણમાં વ્‍યસ્‍ત બની ગયાં.

(1:33 pm IST)