Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

એકલા રહેતા સિનિયર સિટીઝનની કાળજી રાખવા ગુજરાતમાં અનોખો પ્રયોગ

ગૂમ થયેલ બાળકો અને ફરાર ગુનેગારોને શોધવાની ઝુંબેશ હાથ ધરનાર મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા વધુ એક સરહાનીય કદમ : અમદાવાદ અને સુરત તથા વડોદરા અને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ફૂલ પ્રૂફ આયોજન સાથે આવકારદાયક યોજનાનો શુભારંભ

રાજકોટ તા.૨૨ : ગૂમ થયેલ બાળકોને શોધી કાઢવા સાથે ફરાર ગુન્હેગારો ને કોઈ પણ ભોગે શોધી કાઢવાની ઝૂબેંશ શરૂ કરાવનાર મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા એક અનુકરણીય ઝૂબેન્શ શરૂ થઇ છે.        

આ ઝુંબેશ એટલે જે તે મહાનગરો તથા અન્ય શહેરોમાં જે તે વિસ્તારના પોલીસ મથકની હકૂમત વિસ્તારમાં ૬૫ વર્ષથી ઉપરના એકલા રહેતા સિનિયર સિટી ઝનૂની કાળજી રાખી તેમને મદદરૂપ થવાની ઝુંબેશ.               

આશિષ ભાટિયા દ્વારા મુખ્ય પોલીસ વડા બન્યા તે અગાઉ પણ સીઆઈડી વડા અને અમદાવાદના તત્કાલીન સીપી તરીકે પોતાના માનવીય ગુણ આધારે હાથ ધરેલ જેને લોકોનો ખૂબ આવકાર મળેલ.આશિષ ભાટિયા એવું માને છેકે સારા કાર્ય શરૂ કરવામાં હંમેશ ઈશ્વર સહાય કરે છે.                    

યોગાનું યોગ તેમના જેવી જ વિચારધારાના સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે બાળકો અને વડીલો માટે ખાસ કાળજી લેવામાં આવે તેવી નીતિ અખત્યાર કરી છે જેના સારા પરિણામ આવ્યા છે.                      

અમદાવાદ પોલીસ કમિશનર કે જેવો પણ ખૂબ જ માનવીય અભિગમ ધરાવે છે તેવા આ અફસરે પોતાના જેવા ગુણો ધરાવતા જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરી તથા એડી.સી.પી. ગૌતમ પરમાર અને આર.વી.અસારી સાથે ચૂંટણી મતદાનમાં પણ સિનિયર સિટીઝન માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.           

અસમાજિક તત્વો સામે લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા અને સામાન્ય જનનું સુરક્ષા માટે તત્પર એવા વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા તો આ માટે ખાસ સી ટીમ સિનિયર સીટીઝનો માટે કાર્યરત કરી છે. વડોદરા પોલીસ કમિશનરના બેચ મેટ એવા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સિનિયર સિટીઝન સુરક્ષા માટે વિશેષ ટેકનિકલ જ્ઞાન નો ઉપયોગ કય રીતે કરવો તે માટે પણ જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહમદ તથા ડીસીપી મનોહર સિહ જાડેજા અને -વીણ કુમાર મીના સાથે મળી વ્યવસ્થા ગોઠવવા સનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા છે

વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા મતદાન દિવસે ખાસ ૧૦૦ નંબર પર ફોન કરવાથી પોલીસ સિનિયર સિટઝનને મતદાન માટે મદદરૂપ થવા તત્પર બની લોક શાહીના આ પર્વ ને ખરા અર્થમાં સાર્થક બનાવવા પ્રયાસો કરેલ.

(3:52 pm IST)