Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મતદાન કરવું એ વ્યકિતગત બાબત છે : કોંગ્રેસઃ હેલિકોપ્ટરનો ખર્ચ મુખ્યમંત્રી પાસેથી જ વસૂલો

રાજકોટ, તા. રર : રાજયમાં રાજકોટ સહિત પાંચ મહાનગરની ચૂંટણી યોજાઇ ગઇ. કોંગ્રેસે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મતદાન કરવા માટે અમદાવાદથી રાજકોટ સુધીની એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો તેનો ખર્ચ સરકારી તિજોરીમાં નહી પરંતુ વ્યકિતગત રીતે મુખ્યમંત્રી પાસેથી વસુલવા માટે રાજય ચૂંટણી પંચને રજુઆત કરી છે.

કોંગ્રેસે જણાવ્યું છે કે, મતદાન કરવું એ વ્યકિતગત બાબત છે. મુખ્યપ્રધાન કોરોનામાં સપડાયા હોવાથી તેઓએ મતદાન કરવા માટે રાજકોટ જવાનું થયું તો તેના ખર્ચ સરકારી તિજોરીમાં પડવો જોઇએ નહીં.

કોંગ્રેસ રાજય ચૂૂંટણી પંચને અન્ય ફરીયાદો પણ કરી છે.

(3:54 pm IST)