Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

વડોદરાના તરસાલીમાં હોજીયરીની દુકાન ચલાવતા વેપારી પર ધારદાર પાઇપથી હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરનાતરસાલી મોતીનગરમાં રહેતા નરેશ રૃપચંદભાઇ પંજાબી તરસાલી બાયપાસ પાસે આવેલા લક્ષએરા  કોમ્પલેક્સમાં નરેશ ટ્રેડર્સ નામની હોઝિયરીની દુકાન ચલાવે છે.છેલ્લા ત્રણ મહિનાથી તેમની દુકાને ગ્રાહક તરીકે દિપકભાઇ દવે કપડા લેવા માટે આવે છે.ગઇકાલે બપોરે સાડાત્રણ વાગ્યે તેઓ દુકાન પર હાજર હતા .તે સમયે તેમની દુકાન પર દિપક દવે આવ્યો હતો.મને ખરાબ ગંજી કેમ આપી,તેવુ કહીને દિપકે વેપારી નરેશ પંજાબી સાથે ઝઘડો શરૃ કર્યો હતો.ગાળો બોલતા દિપકને વેપારીએ ગાળો બોલવાની ના પાડતા તે વધારે ઉશ્કેરાયો હતો.અને દુકાનમાં પડેલી અણીદાર ધાર વાળી  લોખંડની પટ્ટી વડે વેપારીને ગળા અને પેટમાં ઇજા  પહોંચાડી હતી.વેપારીએ બૂમાબૂમ કરતા હુમલાખોર ભાગી છૂટયો હતો.અને વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા  હતા.

મકરપુરા પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:53 pm IST)