Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ:અમદાવાદ શહેર ચૂંટણી તંત્ર મતગણતરી માટે સંપૂર્ણ સજ્જ

મતગણતરી કેન્દ્રો પર કોરોનાની તમામ ગાઇડલાઇનનું અમલીકરણ કરાવીને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે : અમદાવાદ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદિપ સાગલે

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ગઇકાલે શાંતિપૂર્ણ  સંપન્ન થયુ છે. આવતીકાલે તારીખ 23 મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરમાં આવેલ એલ.ડી. એન્જીનીયરીંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરીમાં ચૂંટણીપંચ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ કોરોના દિશાનિર્દેશોનો સંપૂર્ણપણે પાલન કરાવીને  મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું અમદાવાદ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યુ છે.
   અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે અમદાવાદ શહેરમાં 48 વોર્ડ માટે ચૂંટણી યોજાઇ હતી. જે મુજબ મતગણતરીમાં તૈયાર કરવામાં આવેલ બે કેન્દ્રો પૈકી ગુજરાત કોલેજમાં દાણીલીમડા, મણીનગર,ઇસનપુર,અમરાઇવાડી,હાટકે

શ્વર,ખોખરા,અસારવા,શાહીબાગ,શાહપુર,જોધપુર,વેજલપુર,સરખેજ,નવાવાડજ,નારણપુરા,એસ.પી.સ્ટેડીયમ,ચાંદખેડા,સાબરમતી,રાણીપ,ગોતા,ચાંદલોડિયા,ઘાટલોડીયા,નિકોલ,વિરાટનગર અને ઓઢવ વોર્ડમાં થયેલ મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવશે.
જયારે એલ.ડી.એન્જીનીયરીંગ કેન્દ્રમાંસરદારનગર,નરોડા,કુબેરનગર,બાપુનગર,સરસપુર-રખીયાલ,ગોમતીપુર,વસ્ત્રાલ,ઇન્દ્રપુરી,રામોલ-હાથીજણ, બહેરામપુરા, લાંભા, વટવા, સૈજપુર બોઘા,ઇન્ડીયાકોલોની,ઠક્કરબાપાનગર,થલતેજ,મક્તમપુરા,બોડકદેવ,પાલડી,વાસણા,નવરંગપુરા,દરિયાપુર, ખાડિયા અને જમાલપુર વોર્ડમાં થયેલ મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવશે.
મતગણતરી માટેની સૂચારૂ વ્યવસ્થાપનના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ બંને કેન્દ્રમાં સાફ-સફાઇ, સેનિટાઇઝીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

(6:51 pm IST)