Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

અમદાવાદમાં કોરોનાનું ચૂંટણી વેકેશન પૂર્ણ : ટેસ્ટિંગના ડોમ ઉભા કરાયા : નીતિનભાઈ પટેલ એક્શન મોડમાં

નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં મીટિંગ બોલાવી

અમદાવાદ : ચૂંટણી  પહેલા રાજયના ચાર મહાનગરોમાં કોરોનાના કેસમાં અચાનક ઘટાડો જોવા મળ્યો હતો અને તમામ કોરોના ટેસ્ટિંગ તંબુઓ પણ કાઢી દેવામાં આવ્યા હતા ત્યારે ફરી એકવાર આ તંબુઓ તાંણવામાં આવ્યા છે. જો કે, રાત્રિ કફર્યુમાં પણ રાહત આપવામાં આવી હતી. જેથી પ્રજામાં ઘણા તર્ક વિતર્કો જોવા મળ્યા હતા.આ સાથે લોકોમાં એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે, કોરોનાની ચાવી સરકારના હાથમાં છે.

જો કે, વધી રહેલા કેસને લઈ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં મીટિંગ બોલાવી છે.જેમાં કોરોનાના ફરી એકવાર વધી રહેલા કેસને લઈ ચર્ચા કરવામાં આવી છે.

આ સાથે આજે નાયાબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે કોરોનાના ફરી એકવાર વધી રહેલા કેસને કાબૂમાં લેવા માટે મીટિંગ કરી હતી

 

ચાર મહાનગરોમાં ગતરોજ ચૂંટણી સમાપ્ત થઈ કે શહેરોમાં કોરોનાની દહેશત વધવાના સમાચાર સામે આવી રહ્યા છે.જેમાં રાજકોટથી વધુ વિગત મળતા ત્યાં ચૂંટણીની તારીખ નક્કી થયા અગાઉ રોજના 30 થી 35 કેસ નોંધાઈ રહ્યા હતા.જયારે હવે રોજના 50 થી વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાના આંકડા સામે આવી રહ્યા છે.

આ અંગે રાજકોટના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું કેચૂંટણીના પ્રચાર દરમ્યાન યોજાયેલી રેલીઓ સભાઓ અને મિટિંગોમાં નેતાઓ કાર્યકર્તાઓ ઉમેદવારો અને રહીશો સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનુ ટાળી રહ્યા હતા. તેઓની સભામાં ભારે ભીડ પણ જોવા મળતી હતી.જેથી હવે કોરોનાનું સંક્રમણ વધી શકે તેવી દહેશત પણ જોવા મળી રહી છે.

 

અમદાવાદ શહેરમાં લોકો રાજ્ય સરકાર અને પોલીસતંત્ર સામે આંગળી ચિંધતા નજરે પડ્યા છે.

અમદાવાદનાં લોકોનું માનવુ છે કે, કોરોનાનું સંક્રમણ અને પોલીસ કે જે માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સને લઈને લોકોને દંડ કરી રહી હતી.તેઓને માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરતુંજ આરામ આપવામાં આવ્યો હતો.જો કે, ગતરોજ ચૂંટણીનું સમાપન થયું કે ઠેર ઠેર પોલીસ હવે માસ્કના નામે દંડ ઉઘરાવવાનું ચાલુ કરી દીધું છે.

કોરોના ટેસ્ટિંગના જે ડોમ ઈલેકશન પહેલા બંધ કરી દેવાયા હતા એ ડોમ આજે એકાએક ફરી ચાલુ કરી દેવાયા છે.શહેરના જોધપુર, નારણપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં અનેક કોરોના ટેસ્ટિંગ ડોમ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.જ્યાં કોરોના ટેસ્ટિંગ માટે લોકો આવી રહ્યાં છે.

લોકોના મનમાં કેટલાક મૂંઝવતા પ્રશ્ર્નો

1. કોરોનાના કેસોમાં વધારો થવા માટે આખરે કોણ જવાબદાર
2. શુ રાજકીય પાર્ટીઓની રેલી, સભાઓને કોરોના વકરવા માટે ગણાશે જવાબદાર?
3. શુ રાજકીય પાર્ટીઓને ખુલ્લેઆમ છુટ આપવામાં આવી હતી?
4.મતદાન પૂર્ણ થતા કોરોના વકરવાની દહેશત, આરોગ્ય તંત્ર થયું દોડતું
5. અમદાવાદ શહેરમાં કાઢી નાખવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા

(11:59 pm IST)