Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

મુંબઇની બે બહેનોનું વડોદરામાંથી અપહરણ કર્યાની માહિતીથી પોલીસ દોડીઃ બંને બહેનો મહીસાગરના કારટા ગામેથી મળી

વડોદરા,તા.૨૨:રાજયમાં અનેકવાર અપહરણની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે વડોદરાથી જે બનાવ સામે આવ્‍યો તે ખરેખર ચોંકાવનારો અને પોલીસની કામગીરી પણ કાબિલે તારીફ રહી હતી.

વિગતો મુજબ મુંબઈની બે સગી બહેનોના વડોદરાથી અપહરણના મેસેજથી વડોદરા પોલીસ દોડતી થઈ હતી. આ તરફ પોલીસ કંટ્રોલ રૂમના મેસેજથી પોલીસ એક્‍શનમાં આવી અને તપાસ શરૂ કરી.આ બધાની વચ્‍ચે દીકરીઓના પિતાના મેસેજથી પોલીસે ટેકનિકલ સર્વેલન્‍સના માધ્‍યમથી બંને બહેનોને મહીસાગર જિલ્લામાંથી શોધી કાઢી હતી.

વડોદરામાંથી મુંબઈની બે બહેનોનું અપહરણ થયાના મેસેજથી જ વડોદરા પોલીસે દોડતી થઈ હતી. આ કેસમાં દીકરીઓના પિતાએ ૧૦૦ નંબર પર ફોન કરી મદદ માગી હતી. જોકે કંટ્રોલ રૂમે વડોદરા પોલીસને રાત્રે જ એલર્ટ કરી દેતા પોલીસ એક્‍શન મોડમાં આવી હતી.ᅠ

આ તરફ પોલીસે ટેક્‍નિકલ સર્વેલન્‍સના આધારે બંને બહેનોનું લોકેશન મેળવ્‍યું હતું. જે બાદમાં મહીસાગરના કારટા ગામમાંથી બંને બહેનો મળી આવી હતી. મહત્‍વનું છે કે, લોકેશનના આધારે પોલીસે મહીસાગર પોલીસની મદદ લીધી હતી. આ તરફ હવે સમગ્ર મામલાની મહીસાગર પોલીસે તપાસ શરૂ કરી છે.

(4:42 pm IST)