Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

બોટાદના તરઘરા ગામ પાસે બોલેરોએ અડફેટે લેતા પુત્રની નજર સામે પિતાનું મોત : બે બાળકોને ઇજા

વીંછીયાથી બાઇક પર બે બાળકો સાથે મામાના ઘરે જતા યુવાનને કાળ ભેટ્યો

બોટાદના તરઘરા ગામ પાસે વીંછીયાથી બાઇક પર બે બાળકો સાથે મામાના ઘરે જતા યુવાનના બાઇકને બોલેરો ચાલકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વીંછીયા રહેતા લલિતભાઈ મેસવાળીયા પોતાના પુત્ર ધાર્મિક અને ભત્રીજા યુગને બાઇક પટ બેસાડી મામાના ઘરે જતા હતા. ત્યારે તરઘરા ગામ પાસે માઈકુલ આઈસ્ક્રીમ પાસે જીજે-07-એસી-8662 નંબરની બોલેરો ચાલકે બાઇકને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાન લલિતભાઈનું પુત્રની નજર સામે જ મોત નિપજ્યું હતું. જ્યારે ધાર્મિક અને યુગને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી બોલેરો ચાલકની શોધખોળ હાથધરી છે.

(10:57 am IST)