Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

આપણી સંસ્કૃતિનો પાયો આપણું વૈદિક દર્શન શાસ્ત્ર છે

આપણી પરંપરાગત ટેવો, આપણો ઉછેર અજાણપણે આપણી સંસ્કૃતિનો પડછાયો છે : માતા-પિતાને દરરોજ આદર- પ્રણામ કરવા જોઈએઃ વર્ણાશ્રમો, વર્ણો, યજ્ઞમય જીવન, ત્યાગમય વ્યવહારો જીવનને પરમ ઉચ્ચતા પર પહોંચાડવાના રસ્તાઓ છે

હિન્દી કવિ મૈથીલી શરણ ગુપ્તનુ કાવ્યઃ

''અપની સંસ્કૃતિકા અભીમાન કરી સદા હિન્દુ સંતાન,

સચ આર્દશોકી વહ હે ખાન,નરરત્નત્વ કરેગી દાન .

અપની ચીર સંસ્કૃતિ કી મૂર્તિ હૈ,હે મનુષ્યતા કી પૂરતી,

પ્રાણરૂપ ઉસકા પુરષાર્થ, સાધન કરતા હે પરમાર્થ.

યુગ યુગ કે સંચીત સંસ્કાર, ઋષીમુનીયો કે ઉચ્ચ વિચાર,

ધીરો વીરો કે વ્યવહાર,હે નીજ સંસ્કૃતિ કા શ્રુંગાર.

સમુદ્ર જેવા ઊંડા વિષયનો અચાનક વિચાર કરવાનુ ઘણાના મનમા આશ્ચર્ય જન્માવશે. પણ લાગે છે સમયે કરવટ બદલી છે પાશ્ચાત્ય સંસ્કારની આંધી ઘેરવા લાગી છે.જે સમાજના તાણાવાણાને તોડવા લાગી છે ત્યારે પાછા ફરી આપણા મુળીયાને ખંખોળવાનો, મજબુત કરવાનો સમય આવી હોય તેવુ લાગે છે. ને એટલે જ સંસ્કૃતિના સમુદ્રનુ ટીપું હાથમાં લઇએ. આચમન કરવાની ધ્રુષ્ટતા કરવી છે.

શું છે સંસ્કૃતિ ??, શું છે ''આપણી'' સંસ્કૃતિ ?

મહામહિમ ગર્વનર જનરલ સી. રાજગોપાલાચારીજીની નાનકડી વ્યાખ્યા વિચારીએઃ

'ભારતીય સંસ્કૃતિ યાને હિન્દુ સંસ્કૃતિ,જેને સંપુર્ણ જગતની સંસ્કૃતિ કહીશ. કોઇ પણ જાતિ હોય કે રાષ્ટ્ર, તેના સુજ્ઞજનોના વિચાર,વાણી અને કર્મનુ રૂપ એટલે સંસ્કૃતિ. પરતુ આ વાણી,વિચાર,કર્મના સ્વરૂપમાં આપણા ઉપનિષદોના, આપણા ઇતિહાસના આદર્શી સમાયા હોયઃ છે ''આપણી હિન્દુ સંસ્કૃતિ''

તો, પૂ.શંકરાચાર્ય -(બદરીકાશ્રમ), કહે છે  મનુષ્યના ઉત્કર્ષ, અભ્યુદયને અનુકુળ કરવામા આવતા આચાર, અને વિચાર તે તેની સંસ્કૃતિથી બને છે.જ્યારે વેદ શાસ્તોના સંમતા વાળા આચાર વિચાર તે હિન્દુ સંસ્કૃતિ.

આ બન્ને નિર્દેશો ''આપણી સંસ્કૃતિ'', વિષે ઘણુ કહી જાય છે. આમ છતા બારીકીયી વિચારીએ તોઃ

અ. લોકસમુહના ક્રાંતિ, રહન-સહન,બોલ ચાલ,વ્યવહાર વગરેમાં

બ. સામ્યતા છે,સમાનતા હોય છે.

ક. અને આ સમાનતા આચાર વિચાર કાર્યોની એકર્પતા વેદ ઉપનિષદ ના સુચવ્યા પ્રમાણે હોય તો તે ''હિન્દુ સંસ્કૃતિ-આપણી સંસ્કૃતિ કહેવાશે''

વિશેષમાં આપણે નોંધીએ કે હિન્દુ સંસ્કૃતિ ધર્મ આધારીત ''ધાર્મીક સંસ્કૃતિ'' છે, જયારે પાશ્ચાત્ય જગતની કે એશીયન જગતની સંસ્કૃતિઓ અન્ય બાબતો જેવી કે ''આર્થીક'' બાબતો પર આધારીત સંસ્કૃતિઓ છે.

આપણી પરંપરાગત ટેવો, આપણો ઉછેર અજાણપણે આપણી સંસ્કૃતિનો પડછાયો છે. જેને તદન સામાન્ય રીતે ''સંસ્કાર'' કહી શકાશે સમ્યક આકારઃ યાને સંસ્કાર.

ભારત હિન્દુઓનો દેશ છે. યાને તેઓની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ પણ કહેવાશે કે જેનો આધાર વેદાદી શાસ્ત્રો છે. આમ આપણા લૌકિક, પારલૌકિક આર્થીક, રાજનૈતિક, સામાજીક અને આત્મીક પ્રગતિનો માર્ગ બતાવતી સંસ્કૃતિ તે ભારતીય સંસ્કૃતિ.

આપણી સંસ્કૃતિના અંગોઃ

આપણી કૃતિઓમાં આપણી સંસ્કૃતીની ઝલક હોય છે. આમ આપણી કૃતિઓ જેવીકે દર્શન શાસ્ત,સહિત્ય, ભાષા, જ્ઞાન-વિજ્ઞાન, ઇતિહાસ,કલા, સ્થાપત્ય શિલ્પ વગેરે આપણી થયા છે કે થતા રહે છે તે સર્વ આપણી સંસ્કૃતિના અંગો બને છે. જેના પર આપણા વેદ આદીની સ્પષ્ટ છાપ હોય છે.

દા.ત. આપણા મંદિરો, આસ્થાના કેન્દ્રો. જેની સ્થાપત્યની શૈલી અન્ય સંસ્કૃતિથી અલગ પડેછે જયારે વિશ્વના અન્ય આસ્થા કેન્દ્રોની સ્થાપત્ય શૈલી અલગ જ દેખાય છે.

હા, એ વાત પણ સ્વીકારી લઇએ કે આપણી સંસ્કૃતીની ઉમર કોઇ પણ સંસ્કૃતિ કરતા ઘણી વધારે છે, જેના કારણે કેટલીક બાબતોમા વિકૃતિ આવી ગઇ છે જેમ કે વર્ણવ્યવસ્થાની વિકૃતિ.

એક વરવી વિશેષતા એ છે કેજે બહારના આક્રાંતાઓ આવ્યાને થોડી સમય રહયા તો તેની રહન,સહનની છાપ આપણા કાર્યા, વ્યવહારો કૃતિઓ પર પડી છે દા.ત. ઘણા શિલ્પ સ્થાપત્યમાં આપણા અને અરેબીક શૈલીનું મીશ્રણ જોવા મળે છે. કેટલાક લોકો આ મીશ્રણને-સરવાળાને ''ભારતીય સંસ્કૃતિ'' તરીકે ઓળખવા લાગ્યા છે. જે યોગ્ય નથી. આપણી સંસ્કૃતિ સનાતન છે કીઇ ''ખીચડી'' સંસ્કૃતિ નથી.

આપણી સંસ્કૃતિની વિશેષતાઓ

(૧) વૈદિકજીવન પધ્ધતીઃ- કોઇપણ સંસ્કૃતિ લો, તો જણાશે કે લોકોની સમાજ વ્યવસ્થા, લૌકીક રહન સહન, લોકોની માનસીકતાને વગરેને ઘડતો કોઇ એક આધાર-પાયો હોય છે. આપણી સંસ્ક્રીતિનો પાયો- આપણુ વૈદિક દર્શન શાસ્ત છે,જેણે જીવન શેલી,માનસીકતાને ઘડી છ. આપણા પુરાતન સાહિત્ય, ઉપનષિદ પુરાણોથી આવેલી ધાર્મીકતા તેમા કુટ કુટ કરીને ભરી છે. આ આપણી સંસ્કૃતિની પ્રથમ વિશેષતા છે.

આપણું દર્શન શાસ્ત માનવ વિકાસને ત્યા સુધી લઈ જવાનું માર્ગદર્શન આપે છે કે આર્થીક ઉન્નતીથી શરૂ કરી, આત્મોન્નતી, લાવવી અને તેના દ્વારા જીવન મોક્ષતા પ્રાપ્ત કરવી તેવુ જીવન લક્ષ્ય આપે છે. વર્ણાશ્રમો, વર્ણો, યજ્ઞમય જીવન, ત્યાગમય વ્યવહારો વગેરે જીવનને પરમ ઉચ્ચતા પર પહોંચાડવાના રસ્તાઓ છે.

આ વિચારને પરમ શ્રધ્ધેય શ્રીયત આ માધવરાવ સદાશીવ ગોલાવાલકરજી- ખૂબ સરત રીતે સમજાવે છે.

લગભગ બધા જ ધર્મો, સંપ્રદાયો કે સંસ્કૃતિઓ મનુષ્ય માત્રને પરમ સુખ અપાવતી જીવન પધ્ધતિ આપે છે. પ્રાથમિક રીતે જેને બે ભાગમાં વહેંચી શકાયઃ-

(૧) ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારી ઈશ્વરની ઉપાસના દ્વારા માનવ સુખ મેળવવાની જીવન પધ્ધતિ.

(૨) પ્રત્યક્ષ દેખાતા ભૌતિક જગત સિવાય બીજુ કશુ છે જ નહી. તેથી જડ જગતમાં મળતા દરેક સાધનો સુલભતાથી મેળવી, બધી આવશ્યકતાની પુર્તી કરી સુખ મેળવવાની પધ્ધતિ.

ગોલાવાલકરજી વિશેષમાં કહે છે ક્ષણીક સુખની વિષય તૃપ્તી, વધુ પ્રયત્નો જગાવે છે જેના કારણે જ ભયંકર યુધ્ધો થયા છે.

અહીંયા જ આપણી સંસ્કૃતિ આગળ આવે છે ને માર્ગ બતાવે છે કે ચાર સુખ વસ્તુ નીષ્ઠ નથી, આત્મનિષ્ઠ છે. ચીર સુખ, માનસિક અવસ્થા છે, આત્મીક અવસ્થા છે તેની પ્રાપ્તી ઉપભોગમાં નહી, ત્યાગમાં છે. સમાજના લૌકિક વ્યવહારો ત્યાગના પાયા પર લઈ જવાની શિક્ષા સંસ્કૃતિએ આપી છે. ''ત્યાગીને ભોગવી જાણો, વાંછોમા ધન અન્યનુ''- આ સિધ્ધાંત આપ્યો છે. ને તેના રોલ મોડલ તરીકે રજુ કર્યા છે ભગવાન શ્રી રામને.

(૨) મનુષ્યને ઉચ્ચ ગરીમા આપે છે આપણી સંસ્કૃતિઃ- આપણી સંસ્કૃતિ સીવાયના, અન્યસંપ્રદાર્યો, ધર્મો માનવને ગુનેગાર તરીકે ચીતરે છે. ફોરબીડન ફ્રુટ ખાઈને જન્મ મેળવનાર લોકો ઈશ્વરના ગુનેગાર છે તેવુ માની વારંવાર આરાધ્ય દેવની માફી માંગવાની તેઓની પ્રાર્થનાની પ્રાથમીકતા છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિએ- માનવજન્મને અલભ્ય, અમુલ્ય ગણાવ્યો છે, કહે છે આ તક છે ઈશ્વર સમકક્ષ બનવાની અને તેવી ફીલસુફીના પાયા પર પ્રાર્થના જણાવે છે. 'અહમ બ્રહમાસ્મી'- હું માનવ તરીકે નહી, બ્રહમ તરીકે જનમ્યો છું. તું પણ તે જ છે. આવા મોટીવેશનલ સંસ્કાર આપ્યા છે આપણી સંસ્કૃતિએ.

(૩) આશ્રમોની વ્યવસ્થાઃ- આર્થીક ઉન્નતીની આવશ્યકતાને સ્વીકારીને, જ સંસ્કૃતિ સુચવે છે આર્થીક આવશ્યકતા સંતોવાના પ્રયાસોને અલંકૃત રાખવા માટેઃ- (૧) જીવનના શરૂઆતના પચ્ચીસ વર્ષના ગાળાને બ્રહ્મચર્યાશ્રમ વાળી શિક્ષણપ્રથા આપી, ત્યાર બાદ આર્થીક ઉપાર્જન, વશં સવંર્ધન માટે ગૃહ ધર્મ અપનાવવા કહ્યુ અને જીવનના ઉતરાર્ધના ૫૦ વર્ષ ધીમે ધીમે સર્વ કઈ છોડી આપણે પણ બ્રહ્મત્વ પ્રાપ્ત કરવાના પ્રયાસ કરીએ, તે માટે વર્ણાશ્રમ, સન્યસ્તાશ્રમ માટે માટે ફાળવવ્યા. આમ અનેરી વર્ણાશ્રમ પધ્ધતી સંસ્કૃતિથી અર્થ સાથે ઈશની આરાધના જોડી દીધી.

(૪) કૌટુંમ્બ વ્યવસ્થાઃ- પરિવારને સૌથી મોટો વાર બનાવી સમાજજીવનને પાયો ગણ્યો છે. આપણી સંસ્કૃતિએ. તે માટે માતા પિતાાના, પુત્ર, પત્ની, વડીલ વગેરેના નિશ્ચીત રોલ ઘડયાઃ પરસ્પરની ફરજોના નિયમો, જવાબદારી વાળા વ્યવહારો આપ્યા અને કુટંુમ્બ નામની સંસ્થાનું સર્જન કર્યું. ને સમાજ જીવનનો મુખ્ય પાયો ગણ્યો.

એટલુ જ નહીં ઉપરોકત જણાવ્યુ તેવી શિક્ષણપ્રથાને પણ ભવ્ય ગરીમા આપી. અને આપ્યા અનેરા સુત્રો જેવા કે

ગુરૂ દેવો ભવઃ ઈશ્વરની સાથે બલ્કી તેના થી ઉચુ સ્થાન ગુરૂને આપ્યુ,

માતૃ દેવો ભવઃ પિતૃ દેવો ભવઃ માતાપિતાને પ્રત્યક્ષ ઈશ્વર, સાથે ગણ્યા.

વર્ષમાં એક દિવસ માતા માટે, એક દિવસ પિતા માટે ફાળવીઃ મધર્સ ડે, ફાધરર્સ ઉજવતી વ્યવસ્તથા નહી, પણ રોજ માતા- પિતાને પ્રણામ- આદર આપવાનું કહયુ. માતૃ- પિતૃના ઉછેર કામને ઋણ- ગણી સંસ્કારીત કર્યુ.

(૫) શિક્ષણ માટેઃ ગુરૂકુલાઃ- સમાજ જીવનના આધારરૂપ સંસ્કાર આપતી આ અદ્ભુત વ્યવસ્થા આપી સંસ્કૃતિએ. ભણનાર અને ભણાવનારના નિયમો આપ્યા, શસ્ત્ર શાસ્ત્રના જ્ઞાતા- દાતાનો વર્ગ બનાવ્યો બ્રહ્મને જાણનાર, જણાવનારને જ બ્રાહ્મણ કહયા જે અકીચન રહી, નિર્મોહી રહી, નિઃસ્વાર્થપણે ચોવીસેય કલાક સાથે રહી શિષ્યોને પુત્રગણી શિક્ષણ આપે તેવી વ્યવસ્થા જન્માવી.

રામ હોય કે કૃષ્ણ- ભણતરનો ગુરૂકુલમા જ મેળવે. તે પરંપરા રચી ને ગુરૂને દેવ તરીકેનું સ્થાન આપ્યુ પરંતુ ખર્ચ પુરો કરવા રૂપે ગુરૂ દક્ષીણા ઉદ્ભવી.

(૬) વર્ર્ણોઃ- અતી ખરાબ રીતે વિકૃતી બનાવેલી આજની વર્ણ વ્યવસ્થા આમતો ઘણી શુભ ઈરાદાવાળી હતી.

એકવારની અદ્ભુત ઉતમ શ્રમ વિભાજનની વ્યવસ્થા હતી. જે કર્મ પર આધારીત હતી. જન્મ પર નહી માનવની આંતરીકત વતી, રૂચી, તેની કાર્ય ક્ષમતાને નજરે રાખી કામની વહેંચણી થતી. આજની ''ડીવીઝન ઓફ લેબર''ની જન્મદાતા આ વ્યવસ્થાને આપણે ઉચ નીચ, વર્ણ સુવર્ણના કુરૂપ આપી કલુષીત કરી નાખી છે.

(૭) યોગસાન- આયુર્વેદઃ- વ્યકિતને સક્ષમ આત્મોન્નતી વાળો બનાવી તન મનથી વધુ કાર્યક્ષમ રાખવો જેથી સમાજ તંદુરસ્ત રહે તેવા ઉદ્ેશથી સંસ્કૃતિએ આપેલ આ અણમોલ ભેટ છે.

(૮) સમુહનો ઉત્કર્ષ વ્યકિતનો નહીઃ- સમાજના સર્વાંગીણ વિકાસને પ્રાધાન્ય અપાયું. વડાપ્રધાનશ્રીનો આજનો ઉદ્દેશ નીતિ- સહુનો વિકાસનો પાયો છે. આ દ્રષ્ટિકોણ ''વ્યકિત નહી સમષ્ટી''ને પછી  અંતીમ લક્ષ્ય ''પરમેષ્ટી''- આ જીવનના ઉદ્ેશો બન્યા હતા. સંસ્કૃતિના.

આપણી સંસ્કારીત સહકારીતાને co operative movement આર્થીક વિકાસની પાયાની વ્યવસ્થાનું મુળ અહી પડયું છે.

''બહુજન હિતાય, બહુજન સુખાયથી લઈ વસુધૈય કૌૈંટુમ્બકમ''ના વાસ્તવીક, સાત્વીક આદર્શ આપે છે આપણી સંસ્કૃતિ.

શા માટે અક્ષુણ, ચીરંતન રહી આપણી સંસ્કૃતિ ?? તે હવે સમજાય છે કારણ કે તે સંસ્કારીત આર્થીક પ્રવૃતિને પણ તે આત્મ વિકાસનો પાયો બનાવે છે. તેને છોડવી તરછોડવી કે પારકી ભોમની ભોગવાળી આંધીમા અટવાવુ કેટલુ હાનીકારક હશે તે સમજાવે.

આલેખનઃ

શ્રી ત્રિલોક ઠાકર

એડિટર- સંકલન શ્રેણી

વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત,

મો.૯૮૨૪૩ ૪૨૦૪૨

(11:46 am IST)