Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ગાંધીનગર નજીક સીઆરપીએફ કેમ્પમાં મોપેડ સવાર યુવતીની એક્ટિવા ખાડામાં પડી જતા સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઇજાના કારણોસર મોત

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા સીઆરપીએફ કેમ્પમાં રહેતી યુવતિ મોપેડ ઉપર બહેન સાથે વાવોલમાં મકાન જોવા માટે જઈ રહી હતી તે દરમ્યાન - સર્કલ પાસે કાર ચાલકે અડફેટે લેતાં યુવતિને શરીરે ગંભીર ઈજાઓના કારણે મોતી નીપજયું હતું. ઘટના અંગે સે- પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની સાથે હીટ એન્ડ રનની ઘટનાઓ પણ વધી રહી છે. ખાસ કરીને ગાંધીનગર શહેરમાં પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતના બનાવો વધી રહયા છે. ત્યારે ગઈકાલે બપોરના સમયે - પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં ર૭ વર્ષીય યુવતિનું મોત નીપજયું હતું. ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગરના ચિલોડા પાસે સીઆરપીએફના કવાર્ટસમાં ર૧૦ નંબરના મકાનમાં રહેતી ર૭ વર્ષીય યુવતિ નિશલ સોનુભાઈ પરમાર ઈન્ફોસીટીમાં આવેલી કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરતી હતી. ગઈકાલે તે તેની બહેન કાજલ સાથે મોપેડ ઉપર વાવોલ મકાન જોવા માટે નીકળી હતી. તેમનો ભાઈ પ્રતિક અને બીજી બહેન પણ મોપેડ ઉપર આગળ જવા માટે નીકળ્યા હતા. તે દરમ્યાન - સર્કલ પાસે નિશલ મોપેડ લઈને પસાર થતી હતી તે દરમ્યાન ત્યાંથી પસાર થતી કાર નં.જીજે-૦૨-બીએચ-૫૭૫૫ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. જેના કારણે નિશલ નીચે પટકાઈ હતી અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક ખાનગી વાહનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જયાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જયારે અકસ્માતની ઘટના અંગે મૃતકની બહેનની ફરીયાદના આધારે સે- પોલીસે કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી હતી.

(6:51 pm IST)