Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

વિદ્યાર્થીઓ વેક્સિનેશન બાદ જ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે

ગુજરાત ટેકનોલોજીકલ યુનિયવર્સિટીનો નિર્ણય : ૧૮ વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેશન પછી ગુજરાત ટેકનો. યુનિવર્સિટીની પરીક્ષાનું ફોર્મ ભરી શકશે

અમદાવાદ, તા. ૨૨ : ભારત સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. દરરોજ નવા કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. હવે ૧ મેથી દેશભરમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી મળવાની છે. આ માટે ૨૮ એપ્રિલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થવાની છે. આ વચ્ચે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (ય્ેં)એ એક મહત્વનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જાહેર કર્યા અનુસાર, આગામી ૧ મે ૨૦૨૧થી ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી ઉપરના માટે પણ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધાવતાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-૨૦૨૧ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે ૧ મે ૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત કરવામાં આવી છે.

આ સંદર્ભે જીટીયુ? કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોવીડ-૧૯ના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાની ના થાય તે હેતુસર, વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ નિર્ણય લેવાયો છે.  આ સંદર્ભે જીટીયુ દ્વારા સંલગ્ન કૉલેજોને પણ પરિપત્ર કરીને જણાવવામાં આવ્યું છે કે, ૧૮ વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશન પછી જ આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-૨૦૨૧ની પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવે.

(9:48 pm IST)
  • કોરોના રોગચાળાની બીજી લહેરની પકડમાં જીવલેણ વાયરસ ઘણા દેશોને પાયમાલ કરી રહ્યો છે. પરિણામેં વૈશ્વિક સ્તરે ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં આઠ લાખથી વધુ નવા કોરોના ના કેસ મળી આવ્યા અને 14 હજારથી વધુ પીડિતો દુઃખદ મૃત્યુ પામ્યા છે. અમેરિકાની જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર બુધવારે સવારે કોરોના પીડિતોનો વૈશ્વિક આંકડો વધીને 14 કરોડ 26 લાખથી વધુ થઈ ગયો છે. access_time 1:37 am IST

  • આંદામાન ટાપુઓ ઉપર ભૂકંપ : આંદામાન ટાપુઓ ઉપર ૪ પોઈન્ટ ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે access_time 11:32 am IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ ફરી જોર પકડ્યું : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 697 અને ગ્રામ્યના 65 કેસ સાથે કુલ 762 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST