Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ધોરણ-3થી 8ની સામયીક કસોટી મોકુફ : શિક્ષણ વિભાગ દ્વારા દરમાસે લેવાઈ છે સામયીક કસોટી

જીસીઈઆરટી દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડી જાહેરાત કરાઈ

અમદાવાદ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓની દર મહિને સામાયિક કસોટી લેવામાં આવે છે. જોકે, આ વખતે રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારાના પગલે વિવિધ શૈક્ષણિક સંગઠનો તથા સંચાલકોએ એપ્રિલ માસમાં લેવામાં આવનારી એકમ કસોટી રદ કરવા માંગણી કરી હતી. આ માંગણીને ધ્યાનમાં લઇને જીસીઈઆરટી દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડી એપ્રિલમાં લેવામાં આવનારી ધોરણ-3થી 8ની સામયીક કસોટી મોકુફ રાખવાની જાહેરાત કરી છે. વિભાગના આ નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને રાહત થશે.

રાજ્યમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. સરકારી તંત્રના અથાગ પ્રયત્નો છતાં કોરોનાના કેસોને નિયંત્રણમાં લઇ શકાયા નથી. ત્યારે કોરાનાના કહેર વચ્ચે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ થકી કેટલું શિખ્યા તે જાણવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર મહિને ધોરણ-3થી 8માં સામાયીક કસોટી યોજવાનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં સાત જેટલી સામયીક કસોટીઓ યોજાયા બાદ એપ્રિલમાં 27 અને 28ના રોજ ધોરણ-3થી 8ની એકમ કસોટી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, એપ્રિલ માસની શરૂઆતથી જ રાજ્યમાં કોરોનાના કેસો સતત વધતા જતાં હોવાથી એપ્રિલ માસની એકમ કસોટીને લઈને પ્રશ્નો ઉભા થયા હતા.

બીજી બાજુ સરકાર દ્વારા કોરોનાના કેસોમાં થઈ રહેલા સતત વધારાના પગલે ધોરણ-1થી 9 અને 11માં માસ પ્રમોશનની જાહેરાત કરી દીધી હતી. બીજી બાજુ રાજ્યના વિવિધ શૈક્ષણિક સંગઠનો અને સંચાલક મંડળ દ્વારા પણ એપ્રિલ માસમાં યોજાનારી એકમ કસોટી રદ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે જીસીઈઆરટી દ્વારા 27 અને 28 એપ્રિલના રોજ યોજાનારી ધોરણ-3થી 8ની એકમ કસોટી મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડી શાળાના આચાર્યોને સુચનાઓ આપવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

(11:17 pm IST)
  • દેશમાં ઓક્સિજનની અછત વચ્ચે યુ.પી. માં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ, અયોધ્યાના દશરથ મેડિકલ કોલેજમાં 'સ્ટેટ-ઓફ-આર્ટ' ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે આગળ આવ્યું હોવાનું જાણવા મળે છે. access_time 7:56 pm IST

  • કલેકટરની અપીલ : હળવા લક્ષણ ધરાવતા લોકો રેમડેસીવીર ઈન્જેકશનનો આગ્રહ ન રાખે : રાજકોટના ડોકટરો પણ ખોટુ દબાણ ન લઈ આવે : એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોય એટલે ગભરાવવાની જરૂર નથી : ખોટી રીતે ઈન્જેકશન ન મેળવે : ડોકટરો પણ લોકોના દબાણથી થાકીને ઈન્જેકશન લખી આપે છે : રાજકોટમાં ફેબી ફલુ ટેબ્લેટનો પૂરતો સ્ટોક છે : સિવિલમાં ઓકિસજન જરૂરીયાતવાળા ૨૫૦ જેટલા ગંભીર દર્દીઓ છે : પગાર વધારા થયા બાદ ડોકટરો અને સ્ટાફ વધવા માંડ્યો છે : ૨ થી ૩ દિવસમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ટેલી મેડીશ્યન અને ટેલી મેન્ટરી સેવા પણ ચાલુ થઈ જશે : રાજકોટમાં ઓકિસજનની અછત છે પણ અમે મગાવી રહ્યા છીએ : કેન્સર કોવિડ હોસ્પિટલમાં ૨૦ બેડ વેન્ટીલેટર વાળા ચાલુ થઈ ગયા છે : સિવિલ બેડ કૌભાંડમાં પોલીસ તપાસ કરી રહી છે : જે કોઈ જવાબદાર હશે એને અમે નહિં મૂકીએ : કલેકટર રેમ્યા મોહનની પત્રકારો સાથેની વાતચીતમાં જાહેરાત access_time 12:42 pm IST

  • કોરોના રોગચાળાની બીજી લહેરની પકડમાં જીવલેણ વાયરસ ઘણા દેશોને પાયમાલ કરી રહ્યો છે. પરિણામેં વૈશ્વિક સ્તરે ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં આઠ લાખથી વધુ નવા કોરોના ના કેસ મળી આવ્યા અને 14 હજારથી વધુ પીડિતો દુઃખદ મૃત્યુ પામ્યા છે. અમેરિકાની જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર બુધવારે સવારે કોરોના પીડિતોનો વૈશ્વિક આંકડો વધીને 14 કરોડ 26 લાખથી વધુ થઈ ગયો છે. access_time 1:37 am IST