Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

વરખડ ગામે નજીવી બાબતે પતિ,પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીને માર મારતા ફરિયાદ નોંધાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં વરખડ ગામમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી બાદ પતિએ પત્નીને લાકડી મારી ધમકી આપતા આમલેથા પોલીસ મથકે ગુનો નોંધાયો છે
 પ્રાપ્ત માહિતી મુજબ રેખાબેન જગદીશભાઇ વસાવા(રહે.વરખડ)ની ફરિયાદ અનુસાર તેમને તેમના પતિ જગદીશભાઇ કાંતીભાઇ વસાવા( રહે.વરખડ)ને આજે તમે ક્યાં ગયા હતા તેવુ પુછતા તેમણે જણાવેલ કે હું જ્યાં ગયો હોય ત્યાં તું કોણ મને પુછવાવાળી તેવુ કહેતા રેખાબેન એ હું તમારી પત્ની છું મને પુછવાનો હક્ક છે તેવુ કહેતા પતિ ઉશ્કેરાઇ જઈ ગમેતેમ ગાળો બોલી ગાલ ઉપર લાફો તેમજ શરીરે ઢીક્કાપાટુનો માર મારી વાંસની લાકડીની ઝાપટ મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા પોલીસે પતિ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:44 pm IST)