Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ઈડર પંથકમાં ચંદન ચોરો બેખોફ :વસાઈ વિસ્તારમાં ત્રણ દિવસમાં બે ડઝન ચંદનના કિંમતી વૃક્ષોની ચોરી

ચંદનની ચોરીનુ પ્રમાણ વધવા છતાં તંત્રના પેટનુ પાણી નહીં હલતા સ્થાનિકોમાં રોષ ફેલાયો

સાબરકાંઠા જિલ્લામાં ચંદન ચોરીનુ પ્રમાણ છેલ્લા પંદરેક દિવસમાં ખૂબ જ વધવા લાગ્યુ છે. પરંતુ કોઈ જ નક્કર કાર્યવાહી નહી થઈ રહી હોવાનો રોષ ફેલાઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં મોટા પ્રમાણાં ચંદનની ખેતી થવા ઉપરાંત વર્ષોથી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કુદરતી ચંદનના વૃક્ષો છે. જેનો ઉછેર કુદરતી થવા સાથે ખેડૂતો પણ જીવના જેમ ઉછેરીને મોટા કરે છે. જોકે મોટા થવાની સાથે જ વિસ્તારમાંથી ચંદન ચોરો તેને રાત્રીના અંધકારમાં કાપીને લઈ જતા હોય છે. છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં જ બે ડઝન કરતા વધુ ચંદનના વૃક્ષોની ચોરી થવા પામી છે. જેને લઈને હવે સ્થાનિક લોકો પણ રોષ દર્શાવી રહ્યા છે.

(11:17 pm IST)