Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

પાટણ : ચાણસ્મા હાઇવે પર લીલીવાડી પાસે ટર્બોટ્રક અને કાર સામસામે ટકરાયા

ટર્બોચાલક ગભરાહટમાં ટૂંક મુકીને ફરાર થઇ ગયો હતો. દરમ્યાન હાઇવે માર્ગ પર બંને તરફ વાહનોના ટ્રાફીકનો ચકકાજામ સર્જાયો હતો

પાટણ-ચાણસ્મા હાઇવે સ્થિત લીલીવાડી પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે હાઇવે માર્ગ પર ટ્રાફીકનો ચકકાજામ સર્જાયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિકને હળવો કર્યો હતો.

પાટણ શહેર સહિત જિલ્લામાં નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ યથાવત રહેવા પામી છે. શનિવારે સવારે પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ પર લીલીવાડી પાસે ઓવરબ્રીજના બીજા છેડા પર ડીસા તરફથી આવી રહેલ એક ટર્બોટૂક પુરઝડપે આવી રહયો હતો તે સમયે લીલીવાડીની સામેના માર્ગ પરથી એક કારચાલક રસ્તો ક્રોસ કરવા જતા ટર્બોટ્રક અને કાર સામસામે ટકરાયા હતા. આ અકસ્માતની ઘટનામાં કારને મહદ્અંશે રુપિયા 20 થી 25 હજારનું નુકશાન જવા પામ્યું હતું. સદ્નનસીબે ટર્બોચાલકે બ્રેક પર કાબુ મેળવતા મોટી જાનહાની ટળી હતી.

આ અકસ્માતની ઘટનાને પગલે ટર્બોચાલક ગભરાહટમાં ટૂંક મુકીને ફરાર થઇ ગયો હતો. દરમ્યાન હાઇવે માર્ગ પર બંને તરફ વાહનોના ટ્રાફીકનો ચકકાજામ સર્જાયો હતો. તો અકસ્માતની આ ઘટનાને લઇ પાટણ ટ્રાફીક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત થયેલ આ બંને વાહનોની બાજુમાંથી ટ્રાફીકને હળવો કરવાની કામગીરી હાથ ધરતા ટ્રાફીક સમસ્યા હલ થઇ હતી. તો આ ઘટનામાં ટૂંકમાલીક પણ ઘટના સ્થળે આવી પહોંચતા કારચાલક અને ટ્રકમાલીક વચ્ચે સમાધાનની વાત થતા ટ્રાફીક પોલીસે ટર્બોટ્રકને બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ હતું.

(11:29 am IST)