Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

સુરતમાંથી વધુ એક વખત પોલીસને દારૂનો જથ્થો ઝડપાયો : સુરતમાં કારમાં લઈ જવાતો 308 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો

પોલીસે 30 હજારથી વધુના દારૂ તથા ફોર વ્હિલર 30 હજારની મળીને કુલ 60 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

સુરત : સુરતમાંથી વધુ એક વખત પોલીસને દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. ઉધના પોલીસે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો તથા બિયરના ટીન મળી કુલ 308 નંગ બોટલ ઝડપી લીધી છે. પોલીસે 30 હજારથી વધુના દારૂ તથા ફોર વ્હિલર 30 હજારની મળીને કુલ 60 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

ઉધના પોલીસને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ કરતાં પોલીસે નેનો કારની તપાસ કરી હતી. જેમાંથી પોલીસને વિદેશી દારૂ અને બિયરની 308 બોટલ મળી આવી હતી.પોલીસે કારમાંથી સત્યનારાયણ કૈંડાબાબુ ચિટીકેલા ઉ.વ.29 રહે. ઈડબ્લ્યુએલ આવાસ કલરટેક્સની પાસે ભેસ્તાન સુરતનાને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે નેનો કાર નંબર જીજે 05 સીએસ 7315માંથી દારૂના જથ્તા સાથે એકને ઝડપી લીધો હતો. પોલીસે 60થી વધુનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહિબિશનનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપી આ દારૂ ક્યાંથી લાવીને કોને આપવાનો હતો તે અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

(3:08 pm IST)