Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

બેસણા ગામ પાસે વિદેશી દારૂના રૂ.30.100 ના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લેતી LCB,નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીડ વડા ધર્મેન્દ્ર શર્મા એ જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવા સૂચના આપતા એ.એમ. પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નર્મદાના સુપરવિઝન હેઠળ બાતમી મુજબ એક નંબર વગરની પલ્સર મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ ભરીને ડેડીયાપાડા તરફ આવતો હોવાની બાતમી આધારે એલ.સી.બી. ટીમના પોલીસ માણસોએ બેસણા ગામે નાકાબંધી કરી વોચમાં હતા દરમ્યાન પલ્સર મોટર સાયકલ આવતા તેને રોકી મોટર સાયકલ ચાલક ગુલશન ઇદીયાભાઇ વસાવા (રહે,સામોટ તા.ડેડીયાપાડા) ને ઝડપી તેની તપાસ કરતા બીયર ટીન નંગ -૩૦૧ કિ.રૂ. ૩૦,૧૦૦ તથા પલ્સર મોટર સાયકલ -૧ કિ.રૂ. ૩૦,૦૦૦ ગણી કુલ કિ.રૂ. ૬૦,૧૦૦ ના મુદ્દામાલ સાથે તેને અટક કરી ડેડીયાપાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

(10:33 pm IST)