Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાજ્યમાં અનેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી

ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં વરસાદ પડશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા

અમદાવાદ : ગુજરાતમાં આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં વરસાદ પડશે. બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભાવનગર, અમરેલી, દ્વારકા અને પોરબંદરમાં પણ હળવો વરસાદ રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે બુધવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે ,કે રાજ્યમાં અત્યાર સુધી 29 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે શરૂઆતમાં જ સારા વરસાદને કારણે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

(11:51 am IST)