Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામમાં ગુણ પધ્ધતિ જાહેર થતાં ધો. ૧૦ના છાત્રોએ ગણતરી કરી પરિણામનો અંદાજ લગાવ્યો

ટુંક સમયમાં શિક્ષણ બોર્ડ ઓનલાઇન પરિણામ જાહેર કરશે : આવતા સપ્તાહે માર્કશીટ આપશે : પરિણામમાં છાત્રોનો ઉત્સાહ ઓસર્યો

રાજકોટ તા. ૨૨ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટુંક સમયમાં ધો. ૧૦નું ઓનલાઇન પરિણામ જાહેર થનાર છે. ત્યારે પરિણામનું ગુણાંકન માર્ગદર્શિકા જાહેર થતા મોટાભાગના છાત્રોએ તેના પરિણામનો અંદાજ લગાવ્યો છે.

ધોરણ-૧૦નું પરિણામ જૂનના અંતિમ સપ્તાહમાં ઓનલાઈન જાહેર કરવામાં આવનાર છે, પરંતુ આ વખતે વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ઉત્સાહ જણાતો નથી. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવનાર છે, પરંતુ વિદ્યાર્થીઓને તે પહેલા જ કેટલા ગુણ આવશે તે અંદાજથી પરિણામનો ઉત્સાહ ઓસરી ગયો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ કઈ રીતે પરિણામ તૈયાર કરાશે તે નક્કી હોવાથી વિદ્યાર્થીઓએ જાતે જ ગણતરી કરી પોતાનું પરિણામ જાણી રહ્યા છે.

રાજય સરકાર દ્વારા ધોરણ-૧૦ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી હતી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે કમિટીની રચના કરી હતી. આ કમિટીની ભલામણોના આધારે બોર્ડ દ્વારા ધોરણ-૧૦દ્ગફ્રત્ન પરિણામ કઈ રીતે તૈયાર કરવું તે અંગેની માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં ધોરણ-૯ અને ધોરણ-૧૦દ્ગક પરીક્ષાના આધારે પરિણામ તૈયાર કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા માટેની ગણતરી કઈ રીતે કરવી તે અંગે પણ વિગતવાર માહિતી આપી દીધી હતી. ઉપરાંત જૂન માસના અંતમાં ઓનલાઈન પરિણામ જાહેર કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. જયારે જુલાઈના બીજા સપ્તાહમાં માર્કશીટ પણ આપી દેવામાં આવનાર હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

 બોર્ડ દ્વારા જે ફોર્મ્યુલા જાહેર કરી છે તે મુજબ વિદ્યાર્થીઓએ ઘરે બેસીને જ પોતાના ગુણના આધારે બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણ મળશે તેની ગણતરી કરી રહ્યા છે.

(3:28 pm IST)