Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ગુજરાતની વિવિધ જેલના કેદીઓ દ્વારા પણ તન, મનની શુદ્ધિ અને માનસિક શાંતિ માટે યોગાસન થયા

નફરતને તિલાંજલિ, મનના છાના ખૂણે પ્રવર્તતા બદલાની ભાવના દૂર કરી, સમાજમાં આત્મનિર્ભર બની રહે તેવા યોગ કાર્યક્રમો યોજવાનો હેતુઃ એડી.ડીજી ડો.કે.એલ.એન. રાવ

રાજકોટ તા.૨૨:  આંતરરાષ્ટ્રિય સ્તરે જ્યારે તન, મનની શુદ્ધિ અને શારીરિક માનસિક વિકાસ સાથે અનેક પ્રકારના રોગ માટે જયારે યોગને ભારતની માફક રામબાણ ઔષધિ માનવામાં આવી છે તેવા સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી સમયે જેમને મનની શાંતિની વિશેષ આવશ્યકતા છે તેવા કેદીઓ માટે રાજયની વિવિધ જેલોમાં કેદીઓ અને જેલ સ્ટાફ અધિકારીઓ માટે ખાસ પ્રકારે યોગા કાર્યક્રમ યોજવામાં આવેલ તેમ અકિલા સાથેની વાતચીતમાં ગુજરાતના એડી.ડીજી લેવલના મુખ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા જણાવવામાં આવેલ.                                          

રાજ્યની વિવિધ જેલોમાં કેદીઓ જેલ મુકત થયા બાદ આત્મ નિર્ભર બને તે માટે જેલમાં વિવિધ રોજગારી કાર્યક્રમો અને તેમજ તેમને ખૂબ સારી રીતે સુશિક્ષીત કરવા માટે વેલૂર ઇન્સ્ટિટ્યૂટ જેવી દેશ વિદેશની પ્રતિષ્ઠિત વી. આઈ.ટી.ના ડાયરેકટર ડો.ઇન્દુ રાવના સહકારથી સતત અવનવા પ્રયોગો કરતાં જ રહે છે. 

પ્રવર્તમાન કોરોના મહામતીની પરિસ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રકારે સુરત અને કચ્છ સહિત જેલોમાં યોગાનું આયોજન કરેલ .ઉકત દંપતિ દ્વારા પોતાના ઘેર યોગા કરવામાં આવેલ.

(4:23 pm IST)