Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ધો. ૧૦-૧૨ની રીપીટર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦-૧૨ની રીપીટર-ખાનગી ઉમેદવારો માટેની પરીક્ષા તા. ૧૫થી ૨૮ જુલાઈ દરમિયાન લેવામાં આવશે. જેનો આજે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ધો. ૧૨ સાયન્સમાં રીપીટર છાત્રોની પરીક્ષા તા. ૧૫-૭ના ભૌતિક વિજ્ઞાન, તા. ૧૬-૭ના રસાયણ વિજ્ઞાન, તા. ૧૯-૭ના જીવવિજ્ઞાન, તા. ૨૩-૭ના ગણિત, તા. ૨૫-૭ના અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા, તા. ૨૬ના વિવિધ ભાષાના પ્રશ્નોપત્રો યોજાશે.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ તા. ૧૫-૭ના સામાજિક વિજ્ઞાન, સહકાર પંચાયત, નામાના મૂળતત્વ, તા. ૧૬-૭ના ઈતિહાસ, રાજ્યશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, તા. ૧૯-૭ના કૃષિ વિદ્યા અને ભાષા, તા. ૨૩-૭ના સેક્રેટેરીયલ પ્રેકટીસ અને વાણિજ્ય પત્રવ્યવહાર, ભૂગોળ, તા. ૨૫-૭ના મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, તા. ૨૬-૭ સમાજશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, તા. ૨૭-૭ના સંસ્કૃત અને હિન્દી, તા. ૨૮-૭ તત્વજ્ઞાન અને ગુજરાતી, હિન્દી ભાષાનું પ્રશ્નપત્ર.

ધો. ૧૦માં તા. ૧૫-૭ના ગુજરાતી સહિતની ભાષા, તા. ૧૬-૭ના ગુજરાતી દ્વિતીય ભાષા તા. ૧૯-૭ વિજ્ઞાન, તા. ૨૩-૭ ગણિત, તા. ૨૫-૭ અંગ્રેજી દ્વિતીય, તા. ૨૬-૭ સામાજિક વિજ્ઞાન, તા. ૨૭-૭ હિન્દી દ્વિતીય ભાષા.

(4:28 pm IST)