Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

‘હર કામ દેશના નામ’: એનસીસી નિર્દેશાલય ગુજરાત દ્વારા દાદરા નગર હવેલી, દમણ અને દિવમાં આંતરરાટ્રીય યોગ દિવસ પ્રસંગે યોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 યોગના આરોગ્ય સંબંધિત લાભોને મહત્વ આપવા અને લોકોને પોતાના દૈનિક જીવનમાં યોગ અપનાવવા પ્રેરણા પૂરી પાડવાનો અવસર પ્રદાન કરે છે. પ્રસંગે લોકોને તેમના ઘરમાં રહીને એક મંચ ઉપર એકઠા કરવા અને પરંપરાગત યોગનો સંદેશ ફેલાવવા તથા વર્તમાન કોવિડ-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2021ની ઉજવણી કરવા માટે ડિજિટલ, વર્ચ્યુઅલ અને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 21મી જૂન, 20201ના રોજ ગુજરાત NCC નિદેશાલયના કર્મીઓ અને કેડેટ્સે તેમના ઘરે પરિવાર સાથે સામાન્ય યોગ પ્રોટોકોલનું પાલન કરીને યોગ દિનની ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 2021નો વિચાર આયુષ મંત્રાલય સાથે એકરૂપતા સાધવાનો અને તેનો વિષય યોગ સાથે રહો, ઘરે રહોહતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021 નિમિતે NCC કેડેટ્સ સંદેશ ઘરેથી સક્રિય રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવા પરિવારો, સાથીઓ અને મિત્રોને મોકલવામાં આવ્યો હતો.

પ્રારંભિક પ્રવૃતિ સ્વરૂપે ગુજરાત NCC નિદેશાલયે કેડેટ્સ દ્વારા રાષ્ટ્રીય સ્તરની જીંગલ રચના સ્પર્ધામાં પ્રતિભાગીતા અને યોગને તેમના જીવનનો આંતરિક ભાગ બનાવવા ઑનલાઇન શપથ સાથે આંતરરાષ્ટ્રીય 2021ની ઉજવણીનું વાતાવરણ સર્જીને NCC કેડેટ સ્તરે તેમાં ભાગ લેવા માટે તેમની પ્રવૃતિની રૂપરેખા તૈયાર કરી હતી. કેડેટ્સે ઑનલાઇન IDY પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો અને તેમાં ભાગ લેવા બદલ તેમને -પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્વેની તાલીમ તરીકે કેડેટ્સે આયુષ મંત્રાલયના યોગ પોર્ટલ ઉપર ઉપલબ્ધ CYP ટ્રેનિંગ વીડિયોની મદદથી તેના વિશે સુપરિચિત થવા અને પોતાની તાલીમ માટે ડિજિટલ સંશાધનોનો ઉપયોગ કર્યો હતો. કેડેટ્સ દ્વારા ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ઉપર યોગ સંબંધિત વિવિધ સામગ્રી પણ અપલોડ કરવામાં આવી હતી, જેમાં તેમના મનપસંદ યોગ આસનની તસવીરો, યોગ પ્રત્યે તેમની અભિરૂચી માટેના કારણો, યોગના મહત્વ, તેના લાભો અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેની ભૂમિકા વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. કેડેટ્સે આંતરરાષ્ટ્રીય યોગ દિન, 2021માં મોટી સંખ્યામાં તેમના પરિવારજનો અને મિત્રોને ભાગ અને તેમના દૈનિક જીવનનો ભાગ બનાવવા સફળતાપૂર્વક પ્રેરણા પૂરી પાડી હતી.

NCC નિદેશાલય ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે NCC કેડેટ્સના યોગદાનની પ્રશંસા કરીને તેમને રાષ્ટ્ર નિર્માણના ભાગ તરીકે સામાજિક સેવા અને સમુદાય વિકાસ પ્રવૃતિઓમાં યોગદાન ચાલુ રાખવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

(5:44 pm IST)