Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સુરતમાં દારૂ પીવા માટે માતાએ પૈસા ન આપતા પુત્રએ ધક્કો મારી દેતા માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત:છોરું કછોરું થાય પણ માવતર માવતર ક્યારેય થાય. કહેવતને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અડાજણમા પુત્રે વૃદ્ધ માતા પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા જોકે માતાએ પૈસા આપ્યા નહીં.  જેને કારણે ઉશ્કેરાયેલા પુત્રે વૃદ્ધ માતાને ધક્કો મારી દેતા પડી જતા પગમા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ અડાજણ હનીપાર્ક ખાતે રહેતા 69 વર્ષીય ગીતાબેન  મોદીને ગઈ કાલે રાત્રે પુત્ર જીગ્નેશે ધક્કો માર્યો હતો. જેથી તેમના પગમાં ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે  ગીતાબેનના પુત્ર જીગ્નેશ બેંકમાં નોકરી કરતો હતો તેનો પત્ની સાથે અણબનાવ બનતા પત્નીથી અલગ રહે છે આવા સંજોગોમાં તેની નોકરી પણ છૂટી જતા તે એકદમ ડિપ્રેશનમાં આવી ગયો અને દારૂની લતે ચડી ગયો છે. ગઈકાલે જીગ્નેશ તેની માતા પાસેથી દારૂ પીવા માટે  રૂપિયા માંગતો હતો પણ માતા દારૂ પીવા માટે પૈસા આપ્યા નહીં માતા ને ધક્કો મારી દેતા ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

(6:16 pm IST)