Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ઓલપાડ તાલુકાના બોલાવ નજીક જીઆઈડીસીમાં ડુપ્લીકેટ સેનિટાઇઝર બનાવીને વેચવાના કૌભાંડમાં આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી

ઓલપાડ:તાલુકાના બોલાવ જીઆઈડીસી વિસ્તારમાંથી ડુપ્લીકેટ સેનેટાઈઝર બનાવીને વેચવાના ગુનાઈત કારસામાં સંડોવાયેલા આરોપીની જામીન મુક્તિની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ નકારી કાઢી આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોવાનો નિર્દેશ આપ્યો છે.

કીમ પોલીસ મથકનાં ફરિયાદી પોસઈ સી.એમ.ગઢવીએ બાતમીના આધારે તા.28-5-21 ના રોજ ઓલપાડ બોલાવ જીઆઈડીસી સ્થિત અંબિકા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ખાતા નં.32 થી 36ના ગોડાઉનમાં કુલ રૃ.2.50 લાખની કિંમતના 5 હજાર બનાવટી હેન્ડ સેનેટાઈઝર સહિત કુલ રૃ.78.36લાખની મત્તા સાથે મૂળ યુપીના આઝમગઢ જિલ્લાના વતની આરોપી દિપક પ્રભુ સહાની (રે.લક્ષ્મી સોસાયટી,અડાજણ)ની ધરપકડ કરી હતી.આરોપી દિપક સહાની તથા મૂળ મહારાષ્ટ્ર જલગાવના વતની  વોન્ટેડ આરોપી મંગેશ જીવંત ફુલવાની (રે.નક્ષત્ર એમ્બેસી,ગૌરવપથ અડાજણ)એકબીજાના મેળા પિપણામાં   કાયદેસરના લાયસન્સ વગર કોરાના પેન્ડેમિક દરમિયાન માત્ર આર્થિક લાભ માટે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક મિથેનોલ દ્વાવણ વાપરીને ડુપ્લીકેટ સેનેટાઈઝરના ઉત્પાદન વેચાણ કરતાં રંગે હાથે ઝડપી પાડયા હતા.

(6:20 pm IST)