-
અમેરિકામાં ગેસની સગડી પર પ્રતીબંધ મુકવાની થઇ રહી છે તૈયારી access_time 7:50 pm IST
-
માછલી ખાતા લોકો થઇ જજો સાવધાન:થઇ શકે છે આ ગંભીર બીમારી access_time 7:48 pm IST
-
અદાલતનો મોહમ્મદ શમીને આદેશઃ પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો access_time 3:39 pm IST
અમદાવાદ: મનપા દ્વારા સરકારી પ્લોટમાં થયેલ ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા

અમદાવાદ : અમદાવાદના મ્યુનિ.ના, ઔડાના અને સરકારી પ્લોટોમાં ઠેર ઠેર ગેરકાયદે દબાણો થઈ જાય છે. પશ્ચિમ ઝોનના ટીડીઓ ખાતાના કાફલાએ આજે વાસણામાં સ્વામિનારાયણ પાર્ક પાસે ટી.પી. 94 ના ફાઇનલ પ્લોટ નંબર 49માં કોમર્શીયલ પ્રકારના બાંધકામો ગેરકાયદેસર રીતે થઈ ગયા હતા.
4891 ચો.મીટર ક્ષેત્રફળ ધરાવતા આ પ્લોટનો હેતુ સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટેનો નક્કી કરાયો છે. પ્લોટની કિંમત 48 કરોડ જેટલી ગણાય છે. આ ઉપરાંત જી બી શાહ કોલેજ પાસે અને રાજયશ રોડ પરના દબાણો હટાવીને વાહનોની અવર-જવર માટે ટીપી રોડને ખુલ્લો મુકવામાં આવ્યો છે. વાસણાના પ્લોટ જેવા જુદા જુદા વિસ્તારોના અનેક પ્લોટો પર દેખરેખના અભાવે દબાણો થઈ ગયેલાં છે.
કેટલાક પ્લોટોમાં તો ગોડાઉન કે દુકાનો થઈ ગઈ હોય છે. બે વર્ષ પહેલાં પૂર્વના એક પ્લોટમાં તો કોઇએ ખેડાણ કરીને પાક ઉગાડયો હતો. મ્યુનિ.ને મોડે મોડે ખબર પડી ત્યારે તે ખેતરનો કબજો મેળવ્યો હતો. શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે બાંધકામો થઈ જાય છે એનું એક કારણ એ પણ છે કે 40 ટકા કપાત બાદ મ્યુનિ. તંત્ર સમયસર કપાતવાળા પ્લોટનો કબજો મેળવતું નથી. જેથી ત્યાં બાંધકામો થઈ જાય છે.