Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાજપીપળા ગાર્ડનમાં 23 જૂને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના સમૂર્તિ દિવસ નિમિત્તે ભાજપનો વૃક્ષારોપણ કાર્યક્રમ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા મુખ્ય બગીચામાં તા.23 જૂને સવારે 10 વાગે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ના સ્મૃતિ દિવસ  નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં રાજપીપળા શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા નગરપાલિકાના સભ્યો તથા કાર્યકરો ઉપસ્થિત રહેશે ત્યારબાદ સાંજના સમયે  સાત વોર્ડમાં પુષ્પાંજલિ કાર્યક્રમનું પણ આયોજન કરવમાં આવ્યું હોવાનું  રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણ સિંહ રાઠોડ,મહામંત્રી રાજેન્દ્ર પટેલ તથા અજીત ભાઇ પરીખ એ જણાવ્યું હતું

(9:57 pm IST)