-
અમેરિકામાં ગેસની સગડી પર પ્રતીબંધ મુકવાની થઇ રહી છે તૈયારી access_time 7:50 pm IST
-
માછલી ખાતા લોકો થઇ જજો સાવધાન:થઇ શકે છે આ ગંભીર બીમારી access_time 7:48 pm IST
-
અદાલતનો મોહમ્મદ શમીને આદેશઃ પત્નીને દર મહિને ૧.૩૦ લાખ રૂપિયા આપજો access_time 3:39 pm IST
News of Tuesday, 22nd June 2021
જુના રામપરા ગામમાં દારૂના નશામાં પત્નીને માર મારનાર પતિની પોલીસે ધરપકડ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જૂના રામપરા ગામમાં દારૂના નશામાં પત્નીને માર મારનાર પતિ સામે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસની પીસીઆર વાનને વરદી મળ્યા મુજબ જુના રામપરા ગામમાં એક વ્યક્તિ દારૂના નશામાં તેના પત્ની વણીતાબેનને માર મારે છે,જે વરદીના આધારે પોલીસ માણસો 21 જુનની સાંજે ત્યાં જતા મુકેશ બચુભાઇ તડવી નામનો શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા રાજપીપળા પોલીસે તેને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:07 pm IST)