Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાજપીપળા મિત ગ્રૂપના સદસ્યોએ બે મહિલાઓને લોહી આપી માનવતા મહેકાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા મિત ગ્રુપના અભિયાન બ્લડ ડોનેશન અંતર્ગત ઈમરજન્સી જિલ્લાના કુંજીતાબેન કાસીરામભાઈ તડવીને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં A+ બ્લડ ની જરૂર હોય મિતગ્રુપના સદસ્ય કીસુભાઈ એ A+ બ્લડ આપ્યુ હતું,જ્યારે ટીમરવા ગામના હિરલબેન નવીનભાઈ તડવીને રાજપીપળા ઋતુ હોસ્પિટલમાં A+ બ્લડની જરૂર પડતા મિત ગ્રૂપના સદસ્ય કિશનભાઈએ તાત્કાલિક આ સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ  પૂરું પાડ્યું છે,આમ બંને મહિલાઓની જિંદગી બચાવવા મદદ કરતા મહિલાઓના પરિવારજનો એ મિત ગ્રૂપના સદસ્યો અને ગ્રૂપનો આભાર વ્યક્ત કર્યો હતો

(10:08 pm IST)