Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

GPSCની પરીક્ષાની તારીખની જાહેરાત : 4 જુલાઇથી 5 ઓગસ્ટ વચ્ચે લેવાશે પરીક્ષા

31 દિવસમાં કુલ 53 પરીક્ષાઑ લેવાનું આયોજન

અમદાવાદ : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે ચોથી જુલાઇથી પાંચમી ઓગસ્ટ સુધી GPSCની વિવિધ પરીક્ષા લેવામાં આવશે. 31 દિવસમાં કુલ 53 પરીક્ષાઑ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે પરીક્ષાની સાથે સાથે કૉલ-લેટર ડાઉનલોડ કરવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે જે ખૂબ અગત્ય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ઘટાડાના કારણે વિવિધ પરીક્ષાઓ પણ હવે લેવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

(11:40 pm IST)