Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભગવાન જગન્નાથ આ વર્ષે નવા રથમાં બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળશે

રથ માટેનું લાકડું વલસાડના વઘઇથી ખરીદાયું :સાગના લાકડાને અમદાવાદ લાવી દેવાયું

અમદાવાદ : ભગવાન જગન્નાથ આવતા વર્ષે નવા રથમાં બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળશે. 146મી રથયાત્રા માટે નવા રથ માટેનું લાકડું વલસાડના વઘઇથી ખરીદવામાં આવ્યું છે. સાગના લાકડાને અમદાવાદ લાવી દેવામાં આવ્યું છે. નવા રથ માટેની કામગીરી દિવાળી બાદ શરૂ કરવામાં આવશે. નવા રથ તૈયાર કરવામાં 5થી 7 મહિનાનો સમય લાગે છે

રથ પર લગાવામાં આવનારી તમામ પ્રતિમાઓ પણ બનાવવા આપી દેવામાં આવી છે. રથ બનાવ માટે અમદાવાદ અને ધરમપુરના કારીગરો ખૂબ જાણીતા છે. નવા રથમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. સરળતાથી રથ ખેંચી શકાય તેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે. પૈડું ઓછું તૂટે તે પ્રકારે રથ બનાવવામાં આવશે.

પંરપરાગત રૂટ પરથી રથ પસાર થઇ શકે તે પ્રકારને રથની લંબાઇ અને પહોળાઇ નક્કી કરવામાં આવશે. હાલના ઐતિહાસિક રથ અંદાજે 144 વર્ષ જૂના છે. રથ જર્જરિત થઈ ગયા હોવાથી સમારકામ કરવામાં તકલીફ પડે છે. આ વર્ષે ભગવાન 1લી જુલાઈના રોજ ઐતિહાસિક રથમાં જ બિરાજમાન થઈ નગર યાત્રાએ નીકળશે.

(9:28 pm IST)