Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ગુજરાત પ્રદેશ ભાજપના સહસંયોજક તરીકે રાજકોટના જાણીતા એડવોકેટ અનિલભાઇ દેસાઇની નિમણુંક

વકીલાત ક્ષેત્રે ઝળહળતી કારકિર્દી ધરાવતા અનિલભાઇ દેસાઇની રાજકીય ક્ષેત્રે આગેકૂચ : અનિલભાઇની નિમણુંકને વધાવતા રાજકીય અગ્રણીઓ : વકીલોમાં ખુશીની લહેર

રાજકોટ તા. ૨૨ : ગુજરાત પ્રદેશ ભાજપના લીગલ સેલનાᅠ સંયોજક એડવોકેટ શ્રીᅠ જે. જે. પટેલે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે વિચાર વિમર્શ કરી તાજેતરમાં બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના મેમ્‍બર અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ સહ સંયોજક શ્રી દિલીપભાઈ પટેલે પાર્ટીના આદેશ અને નિર્ણયોનું પાલનᅠ નહી કરતાᅠ શિસ્‍તભંગ બદલ બંને સ્‍થાનો ઉપરથી દૂર કરવાનો નિર્ણય કરેલ હતો. તેના ભાગરૂપે ગુજરાત ભાજપ લીગલ સેલ દ્વારા સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી અને રાજકોટ બાર એસોષીએશન ના પૂર્વ પ્રમુખᅠ શ્રી અનિલભાઈ દેસાઈની ગુજરાત ભાજપના લીગલ સેલના સહ સંયોજક તરીકે નિયુક્‍તિની જાહેરાત કરેલ છે.
શ્રી દેસાઈ રાજકોટ ની એ.એમ. પી. લો કોલેજમાંકાયદાનો અભ્‍યાસᅠ ᅠપૂર્ણ કરી રાજકોટનાᅠ ૧૯૮૪ થીᅠ રાજકોટ નાᅠ સિનિયર એડવોકેટ અને પૂર્વ ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નમેન્‍ટ પ્‍લીડર (DGP) મનુભાઈ શાહના માર્ગદર્શન હેઠળ વકીલાતના વ્‍યવસાયમાં જોડાયા હતા. અને ૧૯૯૧થી સ્‍વતંત્ર રીતેᅠ સિવિ, ક્રીમિનલ કાયદામાં તેમની ખ્‍યાતિ દિનપ્રતિદિનᅠ વધતી હતીᅠ
૧૯૯૮માં ગુજરાત સરકારે શ્રી દેસાઈની રાજકોટ જિલ્લામાંᅠ ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નમેન્‍ટ પ્‍લીડર (DGP)ᅠ તરીકે નિયુક્‍તિ કરેલી હતી.
શ્રી દેસાઈનાᅠ આ કાર્યકાળ દરલ્લયાન અગણિત કેસોમાં આરોપીઓને સજા અપાવેલ હતી. અને સેંકડો આરોપીઓ ની જામીન અરજી નામંજુર કરાવીને આરોપીઓ ને કારાવાસમાંᅠ મોકલી આપવામાં આવ્‍યા હતા. શ્રી દેસાઈએ ૨૦૦૩ સુધી આ જવાબદારી સૂપેરે નીભાવી હતી. અનેᅠ શ્રી દેસાઈની કાર્યદક્ષતા, નિષ્ઠા, પ્રામાણિકતા અને સાતત્‍યપૂર્ણ કામગીરીના કારણે જ સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી કેસોમાં સ્‍પેશ્‍યલ પી.પી. તરીકે તેઓની નિયુક્‍તિ અગણિત કેસોમાંᅠ થતી રહે છે.
શ્રી દેસાઈ છેલ્લા ૩૦ વર્ષથી લોકસભાની, વિધાનસભાની અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના કન્‍ટ્રોલ રૂમમાં વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ રાજકોટની અનેકવિધ સામાજિક, શૈક્ષણિક, સેવાકીય સંસ્‍થાઓ, કોર્પોરેશન, બોર્ડ-નિગમો, બેંકો, કંપનીઓ, સહિત અનેકᅠ કંપનીઓના એડવોકેટ તરીકે કાર્યરત છે.
તેઓનીનિયુક્‍તિ બદલ ભાજપનાᅠ રાજયસભામાં સાંસદ રામભાઈ મોકરીયા, મોહનભાઇ કુંડારિયાᅠ રાજકોટના ધારાસભ્‍યો ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન ગોવિંદભાઇ પટેલ, ગુજરાત સરકારના પ્રધાન અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના અગ્રણીઓએ અભિનંદન પાઠવેલ છે.
આ ઉપરાંત શ્રી દેસાઇની નિમણુંકની વકીલોમાં ખુશીની લહેર જાગી છે અને સીનીયર - જુનિયર વકીલોએ તેઓની નિમણુંકને આવકારીને અભિનંદન પાઠવી રહ્યા છે.

 

(11:06 am IST)