Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વ્યકિત એક વિશેષતા અનેક : ભૂતપૂર્વ ડે. સી.એમ.નીતિન પટેલનો જન્મદિન

હૃદયમાં ભાવ, જનતામાં પ્રભાવ, મિલનસાર સ્વભાવ

રાજકોટ : ગુજરાતના રાજકીય ગગનમાં દાયકાઓથી ઝગમગતા ભાજપના જાણીતા નેતા અને રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન આર. પટેલનો જન્મ તા. ૨૨ જૂન ૧૯૫૬ના દિવસે થયેલ. આજે વાઇબ્રન્ટ જીવનના ૬૭માં વર્ષની ડોરબેલ વગાડી છે.

ભાજપના આભૂષણ સમાન, શ્રી નીતિન પટેલ નાણા, આરોગ્ય, માર્ગ, મકાન, નર્મદા પાટનગર વગેરે મંત્રાલયો સંભાળેલ. કારકીર્દિના પ્રારંભે મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. ધારાસભ્ય તરીકે પાંચમી વખત ચૂંટાયા હતા. રાજકીય સામાજિક, સહકારી વગેરે ક્ષેત્રે તેમનું મહત્વનું યોગદાન છે. વહીવટી તંત્ર પાસેથી કામ લેવાની તેમની વિશેષ આવડત છે. કોરોના સામેની મજબુત લડતમાં આરોગ્ય વિભાગના સુકાની તરીકે તેઓ મોખરે હતા. તેઓ વિધાનસભામાં નાણામંત્રી તરીકે ૯ વખત બજેટ રજૂ કરી ચૂકયા છે. સૌનો સાથ, સૌનો વિકાસમાં માને છે. ઉમદા જનપ્રતિનિધિ આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીજાઇ રહ્યા છે.

મો. ૯૯૭૮૪ ૦૫૩૧૩ ગાંધીનગર

(12:04 pm IST)