Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ દ્વારા મોરબીના સિરામિકસ ઉદ્યોગના નિકાસકારોને પ્રથમ ટ્રેન સેવાની સુવિધા સાથે જોડાણ મજબૂત કર્યું

નવી રેલવે સેવા એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ, પિપાવાવ રેલ કોર્પોરેશન લિમિટેડ (પીઆરસીએલ) અને મઅર્સ્‍ક વચ્‍ચે ગાઢ જોડાણનું પરિણામઃ મઅર્સ્‍ક મોરબીમાં સિરામિકસ નિકાસકારોને દર દસ દિવસે વાયા માળિયા પિપાવાવ પોર્ટ સાથે દર દસ દિવસે જોડવા રેલવે સેવા દોડાવશે

રાજકોટઃ પોતાના વ્‍યૂહાત્‍મક સ્‍થાન સાથે એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે દેશના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત નિકાસકારો વચ્‍ચે પસંદગીના પોર્ટ તરીકે પોતાનું સ્‍થાન મજબૂત કર્યું છે. એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવને તાજેતરમાં મઅર્સ્‍ક દ્વારા નવી રેલવે સેવા મળી છે, જેને પીઆરસીએલ ઓપરેટ કરે છે. આ રેલવે સેવા માળિયામાં પિપાવાવ ફ્રેઇટ ટર્મિનલ મારફતે મોરબીના સિરામિક્‍સ ઉદ્યોગના નિકાસકારોને જોડે છે. રેલવે સેવા ત્રણ મહત્‍વપૂર્ણ હિતધારકો વચ્‍ચેના જોડાણનું પરિણામ છેઃ પોતાની દરિયાઈ અને જમીન પરિવહન કુશળતા સાથે મઅર્સ્‍ક, પોતાના વ્‍યૂહાત્‍મક સ્‍થાન સાથે અને શ્રેષ્‍ઠ જોડાણ અને ઉત્‍પાદકતા સાથે પસંદગીના પાર્ટનર તરીકે એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવ તથા અસરકારક રેલવે પાર્ટનર તરીકે પીઆરસીએલને.

નિકાસ માટેના કાર્ગોને રેલવે સર્વિસ પર ખસેડવામાં આવ્‍યો છે, જેનાથી માર્ગો પરની ગીચતામાં ઘટાડો કરવામાં અને પરિવહનના કુલ સમયમાં ૧૫ ટકા સુધીનો ઘટાડો કરીને બજારમાં ઝડપથી પહોંચવામાં મદદ મળી છે.

એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી જેકોબ ફ્રિસ સોરેન્‍સેને કહ્યું હતું કે, અમે અમારા વ્‍યૂહાત્‍મક સ્‍થાન સાથે લોજિસ્‍ટિક્‍સ અને સપ્‍લાય ચેઇન ઇકોસિસ્‍ટમને સપોર્ટ કરવા અને મજબૂત કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ, જે અંતરિયાળ વિસ્‍તારને દરિયાઈ પરિવહન નેટવર્ક સાથે જોડવા આદર્શ પ્રવેશદ્વાર પુરવાર થશે. રેલવે સર્વિસ માર્ગ પરિવહનની સરખામણીમાં વિશ્વસનિયતા પણ વધારે છે અને નિકાસકારોને વિના વિલંબે તેમના પસંદગીની દરિયાઈ સેવા સાથે જોડવામાં મદદ કરે છે. આ નવા જોડાણ સાથે એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવે ગુજરાતના ટાઇલ્‍સ અને સિરામિક્‍સ બજાર માટે વિશ્વસનિય પ્રવેશદ્વાર ઓફર કરવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.

મઅર્સ્‍ક સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી વિકાસ અગ્રવાલે કહ્યું હતું કે, મઅર્સ્‍કમાં અમારી આકાંક્ષા અમારા ગ્રાહકોની સપ્‍લાય ચેઇનને સરળ બનાવવાની અને એની સાથે જોડાણ સાધવાની છે, તો સંકલિત અને કાર્બન ઉત્‍સર્જનથી મુક્‍ત લોજિસ્‍ટિક્‍સ માટે કામ કરવાની છે. ગયા વર્ષે અમે સમગ્ર દેશના વિવિધ પટ્ટાઓમાંથી વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રો માટે સંયુક્‍તપણે પ્રતિબદ્ધ રેલવે સેવાઓ શરૂ કરી છે. અત્‍યારે એક સિરામિક નિકાસકાર કંપનીઓ માટે અમે વધુ એક સેવા શરૂ કરી છે. અમે વધુને વધુ શિપર્સ સંકલિત સોલ્‍યુશનમાં મૂલ્‍ય શોધી રહ્યાં હોવાથી આ સમાધાનનો મોટા પાયે ઉપયોગ કરવા પણ કટિબદ્ધ છીએ, જે પસંદગીના પોર્ટ મારફતે જમીન વિસ્‍તાર અને દરિયાઈ પરિવહનના જોડાણને આવરી લે છે.રેલવે સર્વિસનું ઉદ્ધાટન પીઆરસીએલના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી સંજીવ ગર્ગ અને એપીએમ ટર્મિનલ્‍સ પિપાવાવના ચીફ કમર્શિયલ ઓફિસર શ્રી અમિત ભારદ્વાજે મઅર્સ્‍ક અને અન્‍ય પાર્ટનર્સના પ્રતિનિધિઓની હાજરીમાં કર્યું હતું, જેમાં આર્યા ઓશન, CHAs તથા અન્‍ય કેટલીક સિરામિક નિકાસકાર અને આયાતકાર કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ હતા.

(4:40 pm IST)