Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ફાઇવ-ડે વીક-પેન્‍શન સહિતના મુદ્દે બેંક કામદારોએ સરકારનું નાક દબાવ્‍યું : ર૭ મીએ હડતાલનું એલાન

સમાધાન માટેની બેઠક પડી ભાંગી

રાજકોટ, તા. રર : તા.૨૭ જુનના રોજ બેંક કર્મચારી/અધિકારીઓ નવ યુનિયનના બનેલ યુએફબીયુના આદેશ અનુસાર હડતાલ પર જશે જેની મુખ્‍ય માંગણીઓ નીચે મુજબ છે.

(૧) બેંકમાં પાંચ દિવસનું અઠવાડિયું - તમામ શનિવાર-રવિવારની રજા. ૨૦૧૫માં ૧૦માં દ્વિ-પક્ષીય સમાધાન સમયે રિઝર્વ બેંક અને કેન્‍દ્ર સરકારની મંજુરી લઈ ઈન્‍ડીયન બેંક એસોસીએશન દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે બેંકોમાં રજા રાખવા સહમત થયું.

એ સમયે એવી પણ સહમતિ સાધવામાં આવી હતી કે ઉપરોકત સમજુતીના અનુભવના આધારે પાંચ દિવસના બેંકીંગ અંગે વિચારણાં કરવામાં આવશે.

આ સમજુતીને બાર વર્ષ વિતી ગયા પરંતુ આઈબીએ અને સરકાર તરફથી કોઈ હકારાત્‍મક પ્રતિસાદ મળેલ નથી તેમ યુનિયનના યાદી જણાવે છે.

(ર) પેન્‍શન અપડેશન અને પેન્‍શનના નિયમોમાં અપડેશનની જોગવાય. ૧૯૯૩ની સમજુતીને આધારે બેંકોમાં તા.૦૧-૦૧-૧૯૮૬ ની તારીખ કોન્‍ટ્રીબ્‍યુટરી પેન્‍શનની યોજના અમલમાં આવી. ત્‍યારબાદ ૧૯૯૭ થી આજ દિવસ સુધી પાંચ દ્વિ-પક્ષીય કરારો થયા પરંતુ ૦૧-૦૧-૧૯૮૬ થી આજ દિવસ સુધી પેન્‍શન અપડેશન અંગે કોઈ સકારાત્‍મક અભિગમ આઈબીએ કે સરકાર તરફથી અપનાવવામાં આવેલ નથી.

૦૧-૦૧-૧૯૮૬ માં નિવળત થયેલ બેંકના જનરલ મેનેજરને ૨૦રર માં નિવળત થનાર કલાર્ક કે પટાવાળા જેટલું પેન્‍શન મળે છે જે વિસંવાદીતા દુર કરવા અપડેશન જરૂરી છે.

૦૧-૦૧-૧૯૮૬ પહેલાંના કર્મચારી નિવળત થયા હોય કે તેની વિધવાને ફકત રૂા.૨૧૦૦/- જેવું ક્ષુલક એકસ-ગ્રેસીયા પેમેન્‍ટ આપવામાં આવે છે.

વારંવારની રજુઆત છતાં કોઈ નકકર ઉકેલ આવતો નથી.

(૩) નવી પેન્‍શન યોજના નાબુદ કરી જુની પેન્‍શન યોજના લાગુ કરવા આ ઉપરાંત પણ જે કર્મચારીઓ નોકરીમાં રહયાં હોય તેને નવી પેન્‍શન યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના બજાર આધારીત રોકાણોના વળતર પ્રમાણે પેન્‍શન મળવા પાત્ર છે. જેને કારણે નજીવું પેન્‍શન યોજનામાં સમાવી લેવા.

હાલમાં બે-ત્રણ રાજયોએ પણ પોતાના કર્મચારીઓને જુની પેન્‍શન યોજનાનો અમલ કરવા નિર્ણય કરેલ છે.

આ ઉપરાંત કેથોલીક સિરિયન બેંક અને લક્ષ્મી વિલાસ બેંક જેને ડેવલપમેન્‍ટ બેંક ઓફ સીગાપુરમાં ભેળવી દેવામાં આવી છે. તેના કર્મચારીઓને ૧૧માં દ્વિ-પક્ષીય સમાધાન મુજબ પગાર આપવા અને અન્‍ય પડતર માંગણીઓનો તાત્‍કાલીક ઉકેલ લાવવો તે માંગણી સાથે હડતાલનું આયોજન કરેલ છે.  તા.ર૧મી ના રોજ મુખ્‍ય સમાધાનકારે પક્ષકારો વચ્‍ચે સમાધાનના પ્રયાસ કરેલ પરંતુ વાટાઘાટ નિષ્‍ફળ જતાં હડતાલ નિヘતિ છે.

(3:27 pm IST)