Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

યોગને જીવનનો નિત્યક્રમ બનાવો : આચાર્ય દેવવ્રતજી

અમદાવાદ, તા. રર :  ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગાંધીનગર સ્થિત રાજ ભવન ખાતે યોગ, પ્રાણાયમ અને આસન કરી જીવનમાં યોગને નિત્યક્રમ બનાવવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવેલ કે શાશ્વત સુખ અને શાંતિની અનુભૂતિ યોગ વિના સંભવ નથી.

રાજભવનમાં ગાંધીનગરના દિવ્ય જીવન સંઘના ઉપાધ્યક્ષ અને યોગા કોચ અશ્વિન દવેના માર્ગદર્શનમાં યોગાભ્યાસના કાર્યક્રમ અંતર્ગત રાજયપાલ દેવવ્રતજીએ જણાવેલ કે મહર્ષી પતંજલીએ યોગસુત્રનું નિર્માણ કરી વિશ્વ કલ્યાણ માટે નરેન્દ્રભાઇના પ્રયાસોથી યુએન દ્વારા ર૧ જુનને વિશ્વ યોગ દિવસ જાહેર કરાયેલ. ઙ્ગ

સમગ્ર વિશ્વએ યોગને સ્વીકાર કરી સ્વસ્થ જીવનશૈલી માટે પુરૂષાર્થ કર્યો છે. રાજયપાલ દેવવ્રતજીએ યોગાસન અને પ્રાણાયામનું મહત્વ સમજાવતા જણાવેલ કે, કોરોના જેવી મહામારીનો સામનો કરવા રોગ પ્રતિકારક શકિત જરૂરી છે. યોગ પ્રાણાયમથી વ્યકિતની રોગ પ્રતિકારક શકિત મજબૂત બને છે.

(3:28 pm IST)