Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

બોમ્‍બ સ્‍કવોડ, તાલીમબદ્ધ શ્વાન સાથે રથયાત્રા રૂટની મહત્‍વની જવાબદારી ક્રાઇમ બ્રાન્‍ચને સુપ્રત

અલકાયદાની ધમકીની આઇબી ઇનપુટ વચ્‍ચે બન્ને કોમના લોકો ચાતક નજરે અષાઢી બીજની વાટ જોઈ રહ્યા છે : ક્રાઈમ બ્રાન્‍ચ વડા સાથે અકિલાની વાતચીત : એકતાના રંગ અને લોહીના રંગ એક કાર્યક્રમ સાથે બન્ને કોમ વચ્‍ચે ક્રિકેટ મેચ યોજવાના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવના માર્ગદર્શનમાં એડી સીપી રાજેન્‍દ્ર અસારી ટીમ દ્વારા થયેલ પ્રયોગને અભૂતપૂર્વ સફળતા : જોઈન્‍ટ સીપી અજય કુમાર ચોધરી, ગૌતમ પરમાર,મયંક સિહ ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ : ટ્રકમાં જીપીએસ્‍સી સિસ્‍ટમ , સીસીટીવી કેમેરા, ડ્રોન ઊડી રહ્યા છે, આઇપીએસ પ્રેમવીરસિહ તલસ્‍પર્શી વિગતો વર્ણવે છે

રાજકોટ તા. ૨૨ : પોલીસ બંદોબસ્‍તની દૃષ્ટિએ કુંભમેળા પછી દેશમાં સહુથી વધુ બંદોબસ્‍ત રહે છે અને આ બંદોબસ્‍ત નિહાળવા માટે ભાવિ આઇપીએસ અધિકારીઓને પણ ભૂતકાળમાં ખાસ બોલાવવામાં આવેલ તેવી અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા માટે કુખ્‍યાત આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા મળેલી ધમકીના પગલે પગલે પોલીસ બંદોબસ્‍ત ચુસ્‍ત કરવા સાથે બન્ને કોમ વચ્‍ચે ભાઇચારાનું વાતાવરણ નિર્માણ કરવા પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્‍તવના માર્ગદર્શનમાં જે પ્રયાસો થયા તેને અભૂતપૂર્વ સમર્થન મળ્‍યાની બાબતને અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ એડી. પોલીસ કમિશનર પ્રેમવીરસિહ દ્વારા સમર્થન મળ્‍યું છે.

રથયાત્રાની આગળ ક્રાઇમ બ્રાન્‍ચ પરંપરા મુજબ ફૂટ પેટ્રોલિંગ કરી આગળ રહેશે,આ સાથે રથ ટ્રક અને અખાડાની જવાબદારી પણ ક્રાઇમ બ્રાન્‍ચ હસ્‍તક રહેવાની હોવાની બાબતને પણ એડી.પોલીસ કમિશનર  પ્રેમવીરસિંહજી દ્વારા સમર્થન મળ્‍યું છે.                                               

અત્રે યાદ રહે કે રથ યાત્રા પૂર્વે જ રથયાત્રા રૂટ ર્પ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્‍તવની આગેવાની હેઠળ ડ્રોન દ્વારા પેટ્રોલિંગ સાથે સમગ્ર રૂટ પર પેટ્રોલિંગ થયેલ જેમાં તેમની સાથે જોઇન્‍ટ પોલિસ કમિશનર અજય કુમાર ચૌધરી, મયંકસિહ ચાવડા, ગૌતમ પરમાર, રાજેન્‍દ્ર અસારી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ સામેલ થયા હતા.                              

કોમી એકતાનું હાલનું જે વાતાવરણ ઉત્‍સાહભેર જામ્‍યું છે અને બંને સમાજ રથયાત્રાની ચાતક નજરે રાહ જોવે છે તે માટે સીપીના માર્ગદર્શન હેઠળ એક્‍તાના અને લોહીના રંગ એક એવા સૂત્ર સાથે મંદિર પરિસરમાં એડિશનલ પોલીસ કમિશનર રાજેન્‍દ્ર અસારી ,ડીસીપી સુશીલ અગ્રવાલ ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ.

સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચની ફરજને કારણે રથયાત્રા બંદોબસ્‍ત અંગે ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરવાના બોહાળા અનુભવી ક્રાઇમ બ્રાન્‍ચ વડા પ્રેમવીરસિહ દ્વારા રથ યાત્રા રૂટ ર્પ બોમ્‍બ સ્‍કોડ, ડોગ સ્‍કોડ દ્વારા સતત નિરીક્ષણ ચાલુ હોવાનું જણાવવા સાથે ટ્રક ર્પ પણ જી. પી.એસ સિસ્‍ટમ લગાડવામાં આવનાર હોવાનું જણાવેલ. શકમંદ હોટેલ, ગેસ્‍ટ હાઉસ અને વાહન ચેકીંગ સતત ચાલી રહયાનું અને છેલ્લા બે વર્ષથી કોવિડને કારણે લોકો ન જોડાયા હોવાથી આ વખતે ધર્મના ભેદ ભાવ વગર લોકોના ઘોડા પુર ઉમટશે તેમ વિશેષમાં જણાવેલ.

(4:00 pm IST)